જૂનાગઢઃ આગામી બે કે ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગે આશંકાઓ વ્યક્ત કરી છે. જે પ્રકારે સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાઇ રહ્યું છે. તે આગામી દિવસોમાં ડિપડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતાઓ છે. જો આ હવાનુ હળવું દબાણ ડિપ્રેશનમાં ફેરવાઈ છે, તો તેની અસર નીચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને સંઘપ્રદેશ દીવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર વાવાઝોડુ આવવાની શક્યતા
આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર અરબી સમુદ્રમાં વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જે પ્રકારે હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં આકાર લઇ રહ્યું છે. તે આગામી દિવસોમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે અને તેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.