જૂનાગઢ: આગામી 7 માર્ચના દિવસે હિન્દુ પંચાંગ મુજબ ફાગણ સુદ ચૌદશના દિવસે હોલિકાનો તહેવાર આવી રહ્યો છે. કન્યા રાશિમાં હોલિકાનો તહેવાર આવી રહ્યો છે. કન્યા રાશિનો સ્વામી બુદ્ધ હોવાને કારણે આજના દિવસે લીલા રંગનુ ખૂબ જ ધાર્મિક મહત્વ જોવા મળે છે. લીલો રંગ ધારણ કરવાથી શાંતિની સાથે પ્રકૃતિનું પ્રતીક પણ આજના દિવસે રાશિના ધારકોએ ધારણ કરવું જોઈએ.
પ્રકૃતિના પ્રતીક: ફાગણ સુદ ચૌદશ હિન્દુ તિથિ મુજબ અને સાત માર્ચના દિવસે હોલિકા દહનનો તહેવાર આવી રહ્યો છે. કન્યા રાશિમાં હોલીકા દહન થવાનું છે. જેનો સ્વામી બુદ્ધ માનવામાં આવે છે. બુધને લીલા રંગનો સ્વામી મનાય છે. લીલો રંગ શાંતિ અને પ્રકૃતિના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લીલો રંગ ધારણ કરીને હોલિકાનો તહેવાર ઉજવવામાં આવે તો તેનું ખૂબ જ ધાર્મિક પુણ્ય પ્રાપ્ત થતુ હોય છે.
આ પણ વાંચો ભરૂચમાં કેસૂડાંના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાયુ
હોલિકાના દિવસે વસ્ત્રપરીધાન: સનાતન ધર્મ સંસ્કૃતિ મુજબ હિંદુ ધર્મના તમામ તહેવારોમાં પૂજા અને વસ્ત્ર પરિધાનને ખૂબ જ ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. આ વખતની હોલિકા દહન વખતે શાસ્ત્રમાં વર્ણન કર્યા મુજબ સફેદ વસ્ત્ર પરિધાન કરવા જોઈએ. માનવામાં આવે છે કે, સફેદ રંગમાં તમામ રંગનો સમાવેશ થતો હોય છે. જેથી આજના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરીને હોલિકાનો તહેવાર ઉજવવો જોઈએ.
સનાતન ધર્મમાં હોલિકાનું મહત્વ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં હોલિકાનું વિશેષ મહત્વ જોવા મળે છે. આજના દિવસને અસત્ય પર સત્યના વિજય સાથે પણ ઓળખવામાં આવે છે. હોલિકાના તહેવારને પંચતત્વના તહેવાર અને પ્રતિક તરીકે પણ ઉજવવાની આપણી ધાર્મિક પરંપરા છે. આજના દિવસે વાતાવરણમાં ઉદભવી રહેલી કુદરતી ઓરાને મેળવવાનો અમૂલ્ય અવસર પ્રત્યેક વ્યક્તિને પ્રાપ્ત થતો હોય છે. જેથી સનાતન ધર્મ સંસ્કૃતિમાં હોલિકાના તહેવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે.
હોલિકા દહનનું પરિવાર સાથે દર્શનનું મહત્વ: સનાતન ધર્મ સંસ્કૃતિના આજના દિવસે સહ પરિવાર સાથે હોલિકાના દર્શન કરવાનું વિશેષણ મહત્વ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે તમામ આસુરી શક્તિઓનો કોઈપણ પરિવાર પર દ્રષ્ટિ કે ખરાબ નજર હોય તો આજના દિવસે સહ પરિવાર સાથે હોલિકાના દર્શન અને પૂજન કરવાથી આસુરી શક્તિ અને કુદ્રષ્ટિ માંથી મુક્તિ મળતી હોય છે. જેના કારણે હોલિકા દહનના દિવસે સહ પરિવાર સાથે પ્રત્યેક વ્યક્તિએ હોલીકાના દર્શન કરવા જોઈએ તેવું સૂચન સનાતન ધર્મ સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં લખવામાં આવ્યું છે.
આ પણ વાંચો Holi 2022: બોલિવૂડના આ 8 નવ પરિણીત યુગલો લગ્ન બાદ પહેલી હોળી આ રીતે ઉજવી રહ્યા છે
પરિવારની નજર ઉતારીને હોલિકામાં શા માટે નખાય છે: સનાતન ધર્મ સંસ્કૃતિમાં હોલિકાના દિવસે પરિવાર પર પડેલી ખરાબ કે કુદ્રષ્ટિ ને ઉતારીને હોલિકામાં નાખવામાં આવે તો તમામ આધી વ્યાધિ અને ઉપાધિ માંથી મુક્તિ મળતી હોય છે. હોલિકાના દિવસે આસુરી શક્તિનો નાશ થયો અને દેવી શક્તિનો ઉદય થયો તેથી આજે પણ હોલિકા દહનના દિવસે પ્રત્યેક સનાતન ધર્મી પરિવારો પોતાના પરિવાર કે વ્યક્તિ પર પડેલી કુદ્રષ્ટિ કે ખરાબ નજરને ઉતારીને તેનું શ્રીફળ હોલિકામાં પધરાવતા હોય છે. જેથી કુદ્રષ્ટિ માંથી પ્રત્યેક પરિવારને મુક્તિ મળે.
હોલિકાના દિવસે પ્રહલાદનું શું છે મહત્વ: સનાતન ધર્મ સંસ્કૃતિના આજના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ આસુરી શક્તિના પ્રહારોની વચ્ચે હેમખેમ બહાર નીકળે છે અને આસુરી શક્તિનો આજના દિવસે પરાજય થાય છે. આજના દિવસે હિરણ્ય કશ્યપુની બહેન હોલિકાને આસુરી શક્તિ તરીકે ભગવાન શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદે ઈશ્વર કૃપાથી આજે નષ્ટ કરી હતી. જેથી હોલિકાના દિવસે ભક્ત પ્રહલાદનું સનાતન ધર્મમાં ખુબ મહત્વ જોવા મળે છે.
હિરણ્ય કશ્યપુ કોણ હતો: હિરણ્ય કશ્યપ શક્તિશાળી રાક્ષસી કુળનો રાજા માનવામાં આવે છે તે ઋષિ કુળ નું સંતાન હતો. પરંતુ તેનો જન્મ રાક્ષસી કુળમાં થયો હતો. જેને કારણે તેને ઋષિ કૂળનું સંતાન હોવા છતાં પણ રાક્ષસી માયા તરીકે ઓળખવામાં આવે છે. શક્તિશાળી હોવાને કારણે હિરણ્ય કશ્યપે રાક્ષસી શક્તિનો ઉપયોગ કરીને સમગ્ર ધરાને રસાતલમાં લઈ ગયો હતો. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ વરાહ સ્વરૂપ ધારણ કરીને ફરીથી બ્રહ્મલોકમાં પૃથ્વીનુ સ્થાપન કર્યું. ત્યારથી સમગ્ર જગતની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી.