ETV Bharat / state

Holashtak 2023: આગામી 9 દિવસ સુધી નહીં થઈ શકે શુભ કાર્યો, રવિવારથી હોળાષ્ટક શરૂ - સનાતન ધર્મ સંસ્કૃતિ

ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આવતીકાલ (26 ફેબ્રુઆરી)થી હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે. એટલે હવે આગામી 9 દિવસ સુધી કોઈ પણ પ્રકારના શુભ કાર્યો થઈ શકશે નહીં.

Holashtak 2023: આગામી 9 દિવસ સુધી નહીં થઈ શકે શુભ કાર્યો, આવતીકાલથી હોળાષ્ટક શરૂ

author img

By

Published : Feb 25, 2023, 7:16 PM IST

માંગલિક કાર્યો પર આઠ દિવસ સુધી પ્રતિબંધ

જૂનાગઢઃ આવતીકાલથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે, જે 9 દિવસ સુધી ચાલશે અને 7મીએ પૂર્ણ થશે. આ નવ દિવસ દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક કાર્યો પર હોળાષ્ટકરૂપે બ્રેક લાગતી જોવા મળશે. જોકે, શા માટે હોળાષ્ટકમાં માંગલિક અને સામાજિક કાર્યો થતા નથી. હોળાષ્ટકની એવી તો કઈ અસરો છે. જે માંગલિક કાર્યો કરવાની લઈને અનુમતિ આપતી નથી. તો હાળાષ્ટકમાં એવા કયા કાર્યો છે, જે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જાણીએ આ અહેવાલમાં.

આ પણ વાંચોઃ Holashtak 2023: જાણો આ હોળાષ્ટકમાં શું કરવું અને શું ન કરવું

કાલથી હોળાષ્ટક શરૂ તમામ માંગલિક કાર્ય પર લાગશે બ્રેકઃ હિન્દુ પંચાંગ મુજબ, ફાગણ મહિનાની સુદ આઠમથી સુદ પૂનમ સુધી એટલે કે, જ્યાં સુધી હોલિકાનું દહન ન થાય ત્યાં સુધીના દિવસોને હોળાષ્ટકના દિવસો તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસો દરમિયાન શુભ અને માંગલિક કાર્ય પર બ્રેક લાગતી જોવા મળશે. તો કેટલાક ધાર્મિક કાર્યો આ વર્ષે હોળાષ્ટકનો સમયગાળો 26 ફેબ્રુઆરી (રવિવાર) મોડી રાત્રિથી શરૂ થઈને હોલિકા દહન અને ત્યારબાદ 7મી માર્ચે ધૂળેટીના તહેવારે હોળાષ્ટક સમાપ્ત થતા હોય છે.

નવા વર્ષનો વર્તારો વ્યક્ત કરવામાં આવે છેઃ હોળાષ્ટકના આ સમય દરમિયાન સનાતન ધર્મ સંસ્કૃતિના સાહિત્યનું પઠન અને તેનું વાંચન થાય તે માટે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ સુધીના દિવસો દરમિયાન પ્રકૃતિનો અભ્યાસ અને તેનું નિરીક્ષણ કરવા હોળાષ્ટકના દિવસો નક્કી કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ દિવસો દરમિયાન હોળીની ઝાળ જોવાની વિશેષ પરંપરા જોવા મળે છે, જેના પરથી આવનારા નવા વર્ષનો વર્તારો પણ વ્યક્ત કરવામાં આવે છે.

માંગલિક કાર્યો પર આઠ દિવસ સુધી પ્રતિબંધઃ હોળાષ્ટકના દિવસો દરમિયાન પ્રકૃતિને ખુબ નજીકથી જાણવાના આ દિવસો હિન્દુ પંચાંગ અનુસાર માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન આગામી ઋતુઓને લઈને પણ પંડિતો અને ધર્માચાર્યો દ્વારા ખૂબ જ ગહન અભ્યાસ થાય અને તેમાં તમામ વર્ગના લોકો ખૂબ બહોળા પ્રમાણમાં સામેલ થાય તેને લઈને તમામ ધાર્મિક કાર્યોમાં 8 દિવસનો બ્રેક હોળાષ્ટકરૂપી રાખવામાં આવ્યો છે. તો હોળાષ્ટકના દિવસો દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિની ખૂબ જ નજીક જઈને તેનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે હોળાષ્ટકના દિવસો દરમિયાન લક્ષ્મીનારાયણના જાપને પણ ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Mahashivratri 2023: ભાંગ, ભસ્મ અને ભક્તિનો દિવસ એટલે શિવરાત, ભક્તોએ માણી ભાંગની મોજ

હોળાષ્ટક ના દિવસો દરમિયાન પ્રતિબંધિત કાર્યોઃ હોળાષ્ટકના દિવસો દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ પોતાના કુટુંબ કે પરિવારમાં માંગલિક કે સામાજિક કાર્યોને લઈને કોઈ આયોજન ન કરવું જોઈએ તેવું સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સામાજિક રીતે આ સમય દરમિયાન કોઈ મોટા આર્થિક લેવડ દેવડ કે ખાસ કરીને પરિવારમાં લગ્ન જેવા પ્રસંગોનું આયોજન કે તેમાં જવાનું ટાળવું જોઈએ વધુમાં હોળાષ્ટક ના આઠ દિવસો દરમિયાન હિંદુ પંચાંગ મુજબ સામે જાળ હોવાને કારણે પણ કોઈ મોટા નિર્ણયો જે આર્થિક સામાજિક કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ મહત્વના હોય તેવા તમામ નિર્ણયો કે તેના પર અમલ કરવાનુ હોળાષ્ટક ના સમયગાળા દરમિયાન મોકુફ રાખવુ જોઈએ તેવું સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.