ETV Bharat / state

Historic Uparkot Fort At Junagadh: ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો વિધિવત રીતે શરૂ, જાણો ટિકિટના દર

થોડા દિવસ પહેલા રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયેલો ઉપરકોટનો કિલ્લો વિધિવત રીતે મંગળવારથી શરૂ કરવામાં આવશે. ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. મળેલી માહિતી અનુસાર સ્થાનિક જૂનાગઢના લોકો માટે ટિકિટ ભાવમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

historic-uparkot-fort-officially-launched-know-ticket-rates

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 6:28 AM IST

જૂનાગઢ: ચાર વર્ષના રીનોવેશન કામ બાદ મંગળવારથી ઉપરકોટનો કિલ્લો વિધિવત રીતે પ્રવાસીઓ માટે શરૂ થઈ રહ્યો છે. જેની જાહેરાત ઉપરકોટનું સંચાલન કરતી સવાણી કંપની દ્વારા કરવામાં આવ્યો છે. મંગળવારથી શરૂ થઈ રહેલા કોમર્શિયલ પ્રવાસીઓ માટે ટિકિટના દર પણ જાહેર કરાયા છે તે મુજબ પ્રત્યેક પુખ્ત વ્યક્તિ માટે 100 અને બાળક માટે 50 રૂપિયાના ટિકિટના દર નિર્ધારિત કરવામાં આવ્યા છે.

પ્રવાસીઓ માટે ટિકિટના દર પણ જાહેર કરાયા
પ્રવાસીઓ માટે ટિકિટના દર પણ જાહેર કરાયા

સ્થાનિક લોકો માટે રાહત: ટિકિટોના દર સાથે મંગળવારથી ઉપરકોટ તમામ મુલાકાતઓ માટે શરૂ થશે પહેલા ચાર દિવસ ઉપરકોટ નો કિલ્લો તમામ પ્રવાસી અને મુલાકાતિઓ માટે વિનામૂલ્યે શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે ટિકિટના દર સાથે આવતી કાલથી વિધિવત રીતે પ્રવાસીઓ માટે ઉપરકોટ શરૂ થઈ રહ્યો છે. ઉપરકોટની મુલાકાત લેવા માટે ઇચ્છતા પ્રત્યેક મુલાકાતઓની સગવડ માટે પણ સવાણી કંપની દ્વારા અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

પ્રવાસીઓ માટે સુવિધા
પ્રવાસીઓ માટે સુવિધા

'આગામી દિવસોમાં ઉપરકોટના કિલ્લામાં પ્રવાસીઓ સ્વાદનો ચટાકો પણ માણી શકે તે માટે એક રેસ્ટોરન્ટનું આયોજન પણ થવા જઈ રહ્યું છે. પ્રવાસીઓની માંગ અને ઐતિહાસિક ધરોહરની તમામ મર્યાદાઓને નુકસાન ન પહોંચે તે પ્રકારે પ્રવાસનને લગતા કેટલાક સંસ્કરણો આગામી દિવસોમાં ઉમેરવા માટે પણ વિચાર થઈ શકે છે.' -રાજેશ તોટલાણી, જનરલ મેનેજર, ઉપરકોટ

ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો વિધિવત રીતે શરૂ

પ્રવાસીઓ માટે સુવિધા: ઉપરકોટના કિલ્લાની મુલાકાત માટેની ટિકિટો જૂનાગઢના અન્ય પ્રવાસન સ્થળ જેવા કે એન્ટિક કોઈન મ્યુઝિયમ મજેવડી ગેટ, સરદાર પટેલ ગેટ ગેલેરી, સરદાર પટેલ ગેટ અને મહોબ્બત મકબરાની ટિકિટ બારી પરથી પણ જૂનાગઢના તમામ ઐતિહાસિક સ્થાપત્યની મુલાકાત માટેની ટિકિટો પ્રવાસીઓ મેળવી શકાશે. જેને કારણે પ્રવાસીઓના સમયમાં ખૂબ મોટો બચાવ થઈ શકશે.

સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયેલો ઉપરકોટનો કિલ્લો

  1. Junagadh Uparkot Fort: ઉપરકોટ કિલ્લાના રિનોવેશન બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
  2. Junagadh News : આધુનિક જમાનાના દરેક પ્રકારના કાપડને મજબૂત ટક્કર આપી રહી છે P1 ખાદી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.