જૂનાગઢ જીલ્લામાં વરસેલા ભારે વરસાદથી ઓજત ડેમ ઓવરફોલ થયો છે. વરસાદના પાણીના કારણે ખેડુતોના ખેતરોને નુકસાન પહોચ્યું છે. હજારો એકર જમીનનું ધોવાણ થયું છે. ખેડૂતોએ ખતરોમાં હજારો એકરમાં મગફળીનું વાવેતર કર્યુ હતું. જે પણ મગફળીના વાવેતરનું પણ ધોવાણ થયું છે. જેથી માંગરોળ પંથકના ઘેડના 13 ગામોના ખેડુતો પાયમાલ થયા છે.
ઓજતમાં ઉપરવાસમાં ડેમના દરવાજા ખોલવામાં આવે તો માંગરોળના ઘેડના 13 ગામો ઓજત નદીના કીનારા ઉપર આવેલ છે. જેથી ઓજત નદી છલકાય તો આ ઘેડ પંથકના ગામની જમીનનું ધોવાણ થઈ જાય છે. હાલ ખેડુતો સરકાર પાસે ધોવાણની વળતર મળવાની માંગ કરી રહ્યા છે.