જૂનાગઢ: ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક અંદાજમાં પોતાનું હેત વરસાદી પાણીના(Heavy rains in Gir Somnath and Junagadh) રૂપમાં દર્શાવતા ઠેર ઠેર નદી જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને (Monsoon Gujarat 2022)ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, સુત્રાપાડા ઉના અને ગીર ગઢડા તાલુકામાં વિશેષ પ્રમાણમાં અતિભારે વરસાદ પડ્યો છે. જેને કારણે ગામો આજે નદીના રૂપમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ આ શહેરમાં દેખાયું મેઘધનુષ પછી લોકોએ શું કર્યું, જૂઓ
ગામો જળબંબાકારની સ્થિતિ - ગીર પંથકના ગામો પર મેઘરાજાએ વરસાવ્યું હેત જેને પગલે (Cyclone tracker Gujarat)સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણીને કારણે પુર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, સુત્રાપાડા અને આજે ઉના પંથકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે જેને કારણે મોટાભાગના ગામોમાં જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન એક સાથે 24 કલાકમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડવાને કારણે આ ગામો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળે છે. જેને કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે વહેલી સવારે ઉના તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ છે જેને કારણે પણ ઉના શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ લીલીછમ હરિયાળી અને પહાડોથી ઘેરાયેલો ડેમ ઓવરફ્લો થતા વાતાવરણ પર લોકો આફરીન
વરસાદી પાણી ઘરોમાં ઘૂસવાની શરૂઆત - જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માણાવદર પંથકમાં પણ પાછલા 48 કલાકથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે પણ ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. અતિભારે વરસાદને કારણે માંગરોળ અને માણાવદર પંથકના કેટલા ગામડાઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસવાની શરૂઆત થઈ છે. લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં અતિભારે વરસાદ પડવાની આગાહીઓ વ્યક્ત કરી છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળશે તેવી ચિંતાને કારણે ખાસ કરીને ગામડાના લોકોના જીવ પડીકે બંધાયેલા જોવા મળી રહ્યા છે.