જિલ્લાભરમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોને આ વરસાદની માર વેઠવી પડી રહી છે. કારણ કે, થોડા સમય પહેલા જ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જે હજુ ભરપાઈ પણ નથી થઈ, ત્યાં તો ફરી એકવાર કમોસમી વરસાદના કારણે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આમ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી પડ્યાં પર પાટુ મારવા જેવી થઈ છે. જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યાં છે. સામે સરકારે પણ આર્થિક સહાયનો દાવો કર્યો છે. પરંતુ, ખેડૂતોમાં તેને લઈ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.