જૂનાગઢ: જિલ્લાના કેશોદ પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ થી પાણી પાણી કેશોદમાં અનરાધાર વરસાદ થી રોડ, રસ્તાં, વોકળાં, ખેતરો વરસાદી પાણીથી છલકાય ગયા હોવાથી ખેડૂતોને રાહત દારીઓના અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહીત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સાથે કેશોદમાં બપોર બાદ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા કેશોદ ની ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવતાની સાથે નવા નિરની આવક જોવા મળી રહી છે.
ધકો મારી બહાર: બીજી તરફ કેશોદ શહેરના વાસાવાડી તેમજ ગાંધીનગર વિસ્તારમાં જવા માટે હાલ ઉતાવળિયા નદી માં ઘોડાપૂર આવી જતા અવરજવર કરવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. ત્યારે એરપોર્ટ તરફના તમામ લોકો ઉતાવળિયા નદી પાસે પાણી ઉતરે તેની રાહ જોય રહ્યાના અહેવાલ મળી રહ્યા છે. કેશોદમાં બપોર બાદ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા કેશોદની ઉતાવળી નદીમાં ઘોડાપૂરની સાથે સાથે લોકો નત નવા પાણીને પાર કરવાના નુકસાન કરતા હોય છે. ત્યારે કેશોદના ઉતાવળિયા નદીમાં પાણી આવી જતાની સાથે એક ઓટો રીક્ષા ફસાતાં સ્થાનિક લોકો દ્વારા ધકો મારી બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.
કેશોદવાસીઓમાં રાજીપો: કેશોદના ઘેડ પંથકમાં ની જો વાત કરવાં માં આવે તો ઘેડ વિસ્તારોમાં હજુ પાણી ઓસરીયા નથી. ત્યાં તો બીજી તરફ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ કેશોદ પંથક સહિત ઘેડ વિસ્તારો સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળતા કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. કેશોદની ઉતાવડિયા નદીમાં ઘોડાપૂર આવતા કેશોદ વાસીઓ પાણી જોતા પણ નિહાળતા જોવા મળી રહ્યા છે.