ETV Bharat / state

Health Tips: બ્લેકબેરી ફ્રુટના આરોગ્યલક્ષી ફાયદા, નહીં થાય ક્યારેય અપચો - Junagadh farmers

હાલ જુનાગઢ શહેર અને જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં કાળા જાંબુ કે જેને સ્થાનિક ભાષામાં રાવણા ના ફળ તરીકે ઓળખાય છે તેની ખેતી થઈ રહી છે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે પરંતુ આવનારા દિવસોમાં સારા બજાર ભાવ ખેડૂતોને વધુ ફાયદો કરાવશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે

Health Tips: બ્લેકબેરી ફ્રુટના આરોગ્યલક્ષી ફાયદા, નહીં થાય ક્યારેય અપચો

author img

By

Published : May 8, 2023, 6:31 PM IST

Updated : May 8, 2023, 7:16 PM IST

Health Tips: બ્લેકબેરી ફ્રુટના આરોગ્યલક્ષી ફાયદા, નહીં થાય ક્યારેય અપચો

જૂનાગઢઃ કાળા જાબુથી શરીને ફાયદો થાય છે એવું આયુર્વેદના તબીબો પણ કહી રહ્યા છે. ખાસ વાત એ છે કે, જૂનાગઢ પંથકમાં આ ફળની સારી એવી ખેતી થઈ રહી છે. પણ આ વખતે માવઠાને કારણએ આ પાક પર માઠી અસર થઈ છે. જુનાગઢ જિલ્લામાં કેરી બાદ કાળા જાંબુ કે જેને સ્થાનિક ભાષામાં રાવણાના ફળ તરીકે ઓળખવામાં આવે છે. તેની પુષ્કળ પ્રમાણમાં ખેતી થાય છે. જૂનાગઢના રાવણા ખૂબ જ અલગ તરી આવે છે. જેથી કદ કલર અને સ્વાદની સાથે આરોગ્ય લક્ષી ગુણવત્તાથી ભરપૂર રાવણાની ખેતી પરંપરાગત રીતે જુનાગઢ જિલ્લામાં થતી આવી છે.

પાકમાં નુકસાનીઃ આ વર્ષે કમોસમી વરસાદને કારણે રાવણામાં નુકસાની જોવા મળી રહી છે વરસાદ પડતા કેટલાક રાવણામાં બગાડ અને જીવાત નો ઉપદ્રવ જોવા મળે છે. જે વરસાદી વાતાવરણ દૂર થતા આપોઆપ કુદરતી રીતે તેનુ નિરાકરણ પણ થતું હોય છે આવી પરિસ્થિતિ માં રાવણા ના ઉત્પાદનની વચ્ચે વર્તમાન સમયે તેની માંગ મર્યાદિત બની રહી છે. ઉત્પાદનની સાથે બજારભાવ ઓછા હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્પાદનનો આંકઃ રાવણા ના એક ખેતર.માંથી પ્રતિ દિવસ 50 થી લઈને 80 કિલો જેટલા રાવણા નું ઉત્પાદન થતું હોય છે જેમાં સૌથી નીચા રાવણા 30 રૂપિયા પ્રતિ કિલો અને ઉચ્ચ ગુણવત્તાવાળા રાવણા 70 રૂપિયા પ્રતિ કિલો જથ્થાબંધ બજારમાં ભાવ નિર્ધારિત થયા છે. જે ખેડૂતો માટે ઓછા મનાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં રાવણા નો જથ્થાબંધ બજારભાવ 100 રૂપિયાની આસપાસ હોવો જોઈએ. પરંતુ વરસાદને કારણે તેમાં 30 રૂપિયા નો ઘટાડો જોવા મળે છે પરંતુ આગામી દિવસોમાં રાવણા ની માંગ ફરી એક વખત બજારમાં જોવા મળશે જેથી બજાર ભાવ 100 ની આસપાસ થઈ જશે તેવો આશાવાદ ખેડૂતો લગાવી રહ્યા છે.

મોટા ફાયદાઓઃ રાવણામાં ખૂબ મોટા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ વિટામીન અને અલગ અલગ પ્રકારના મિનરલની સાથે પુષ્કળ પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે. જેને કારણે તે કોઈ પણ વ્યક્તિના આરોગ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. રાવણા શરીર માંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. અન્ય ખોરાક મારફતે શરીરમાં પ્રવેશેલા ઝેરી તત્વોને રોકવામાં મદદરૂપ બને છે. રાવણાના સેવનથી એસીડીટી અને જાડા જેવી બીમારીમાં રાહત તુરંત મળે છે. વધુમાં રાવણા રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો પણ કરતા હોય છે રાવણાના સેવનથી પાચનની સાથે ચયાપચયની ક્રિયાને પણ ખૂબ મજબૂતી મળે છે. આ સાથે સાથે રાવણા હૃદયને પણ તંદુરસ્ત રાખવા માટે ખૂબ ઉપયોગી બને છે.

અકસીર ઈલાજ માટેઃ રાવણા નું ફળ ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોમાં પણ મદદગાર બની શકે છે તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ વિટામિન મિનરલ્સ અને ફાઇબરને કારણે કેન્સર જેવા ગંભીર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ નિર્માણ કરીને આવા રોગો સામે લડવાની શક્તિ રોગીને પૂરી પાડે છે વધુમાં રાવણા ના ફળના ઠળિયાનુ ચૂર્ણ ડાયાબિટીસ પથરી અને ઝાડા જેવા રોગોમાં પણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ

  1. Health Tips : ગરમીથી થતાં ડિહાઇડ્રેશનથી બચવું છે? ભોજન અને પીણાં બાબતે ડોક્ટરની વાત
  2. Health Tips: બેવડી ઋતુમાં શું ભોજન લેવાય એ અંગે નિષ્ણાંતે આપ્યો અભિપ્રાય
  3. Summer Health Tips : ઉનાળામાં રસ વાળા ફળો આરોગવાથી બિમારી રહે છે દૂર

અન્ય જગ્યાએ ઉત્પાદનઃ રાવણાની ખેતી ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે જગ્યાએ થતી હોય છે પરંતુ રાવણા કે જેને ભારતીય ઉપ મહાદ્વીપમાં કાળા જાંબુ કે બ્લેકબેરીના ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું ઉત્પાદન લેવાય છે આ સિવાય ઉત્તર પૂર્વ એશિયાના દેશોમાં પણ રાવણા ની ખેતી થાય છે પરંતુ સ્વાદ કદ અને રંગની દ્રષ્ટિએ જુનાગઢ વિસ્તારમાં થતા રાવણા સૌથી અલગ તરી આવે છે જેથી જૂનાગઢ ના રાવણા ની માંગ સર્વત્ર જોવા મળે છે.

ચાર તબક્કે આવરણઃ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતા અને કમોશમી વરસાદની વચ્ચે રાવણામાં ચાર તબક્કે આવરણ જોવા મળે છે. કેટલાક જાડોમાં રાવણા બિલકુલ તૈયાર થઈ ગયા છે. તો કેટલીક જગ્યા પર રાવણા માં હજુ ફૂલ જોવા મળે છે. કેટલાક જાડોમાં રાવણાના ફળો અઠવાડિયા બાદ તૈયાર થશે. આવી વિપરીત પરિસ્થિતિની વચ્ચે ચાર તબક્કામાં આવેલા આવરણને કારણે રાવણાની બજાર 90 દિવસ સુધી ચાલે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. સામાન્ય રીતે માર્ચ મહિનાથી શરૂઆત થઈને મે મહિનાના અંતિમ દિવસોમાં રાવણાનો પાક પૂરો થઈ જતો હોય છે. પરંતુ તે 30 મી જુન સુધી પણ આ વર્ષે લંબાતો જોવા મળશે.

Last Updated : May 8, 2023, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.