ETV Bharat / state

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીઓને નિયમિત કરવાના મુદ્દે શરૂ કરાયેલા આંદોલનનો સુખદ અંત - જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીઓને નિયમિત કરવાના મુદ્દે પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેને લઈને આજે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં ધરણા યોજવામાં આવ્યા હતા.

junagadh slum area people
જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીઓને નિયમિત કરવાના મુદ્દે શરૂ કરાયેલા આંદોલનનો સુખદ અંત
author img

By

Published : Sep 7, 2020, 3:34 PM IST

જૂનાગઢઃ પૂર્વ મેયર લાખાભાઇ દ્વારા ઝૂંપડપટ્ટીઓને નિયમિત કરવાના મુદ્દે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશને આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઝૂંપડપટ્ટીના લોકોને આગામી દિવસોમાં કોઈ નક્કર અને કાયમી નિરાકરણ લાવી આપવામાં આવશે. પરિણામે આજે સોમવારના રોજ આંદોલન પૂર્ણ થયું હતું.

junagadh slum area people
ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની મુલાકાત કરી હતી

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા જુનાગઢ કોર્પોરેશનમાં આવેલી ઝૂંપડપટ્ટીઓને નિયમિત કરવાના મુદ્દે છેલ્લા આઠ દિવસથી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સોમવારના રોજ ઝૂંપડપટ્ટીના લોકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

junagadh slum area people
ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ ધરણા યોજ્યા

ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની મુલાકાત કરી હતી અને આગામી દિવસોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસેથી હાઉસ ટેક્સ લેવાની બાબતને સહમતી સધાઈ હોય તેવા નિર્દેશો મળી રહ્યા છે.

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીઓને નિયમિત કરવાના મુદ્દે શરૂ કરાયેલા આંદોલનનો સુખદ અંત

કોર્પોરેશન દ્વારા કાયદાની મર્યાદામાં રહીને ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકોને મદદ કરી શકાય તે દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરશે તેવી બાંહેધરી મળતા આજે સોમવારે આ આંદોલન પૂર્ણ જાહેર થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.