જૂનાગઢ યુવાન કલ્પેશ ભોરડીયા મતદાન જાગૃતિને લઈને અનોખી રીતે અભિયાન (Vote Awareness Campaign in Junagadh) ચલાવી રહ્યો છે. આગામી પહેલી તારીખે જુનાગઢ વિધાનસભા બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આ યુવાન ફૂલોની રંગોળી વડે દરરોજ મતદાન કરવાની લઈને અલગ અલગ સૂત્રો સાથે ચોક્કસપણે મતદાન કરવું જોઈએ તેવો સંદેશો આપી રહ્યો છે. હાલ આ યુવાન જૂનાગઢ શહેરમાં મતદાન જાગૃતિને લઈને લોકોનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બની રહ્યો છે. (Voting awareness in Gujarat)
મતદાન જાગૃતિનું કરે છે અભિયાન જૂનાગઢમાં રહેતો આ યુવાન મતદાન જાગૃતિ લઈને પોતાની ચાની કીટલીની બાજુમાં આવેલી જગ્યામાં દરરોજ ફૂલોથી રંગોળી કરીને મતદારોને મતદાન કરવા પ્રત્યે જાગૃત કરી રહ્યો છે. લોકશાહીનું મહાપર્વ દર પાંચ વર્ષે એક વખત મતદારોના હાથે ઉજવાતું હોય છે, ત્યારે ભારતની લોકશાહીને વધુ મજબૂત કરવા માટે 100 ટકા મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે કલ્પેશ ભોરડીયા મતદાન જાગૃતિ અભિયાન રંગોળીના મારફતે કરી રહ્યો છે. (vote awareness rangoli)
મંદિરમાં ધરાવેલા ફૂલોનો કરે છે ઉપયોગ કલ્પેશ ભોરડીયા જૂનાગઢ શહેરના મંદિરોમાં ભક્તો દ્વારા તેમના ઇષ્ટદેવને અર્પણ કરાયેલા પુષ્પોનો આ રંગોળીમાં ઉપયોગ કરે છે. ભગવાનને અર્પણ કર્યા બાદ જે પુષ્પ વધે છે તેને એકત્રિત કરીને કલ્પેશ વહેલી સવારે પોતાની ચાની કીટલી પર આવી જાય છે. આ ફૂલોના ઉપયોગથી તેઓ મતદાન જાગૃતિ કરવાને લઈને કોઈ એક સૂત્ર લખે છે. તેને ફૂલોથી સજાવીને જાણે કે ફૂલો વડે આ સૂત્ર લખાયું હોય તે પ્રકારનું આહલાદક અને મનમોહક ચિત્ર પણ ઉપસી આવે છે. (Voting awareness slogans)
લોકશાહીના મહાપર્વની ઉજવણી કલ્પેશ ભોરડીયાએ જણાવ્યું હતું કે, લોકશાહીનું મહાપર્વ પ્રત્યેક મતદારોને બંધારણે આપેલો અધિકાર પ્રદર્શિત કરે છે, ત્યારે ખાસ કરીને લોકશાહીને મજબૂત કરવા માટે યુવાનો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જેને કારણે ખાસ યુવાનો મતદાન પ્રક્રિયામાં ઉમળકાભેર ભાગ લઈ અને તમામ યુવાનો પોતાનું મતદાન અચૂક પણે કરે તો લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ચાર ચાંદ લાગી શકે છે. જેના પરિણામે ભારતની સૌથી મોટી ગણાતી લોકશાહી વધુ મજબૂત બનશે. (Gujarat Assembly Election 2022)