ETV Bharat / state

Gujarat Assembly Election 2022: કોંગ્રેસના સાથે નવા યુવાનોને જોડવાની તૈયારી કરશું - જૂનાગઢ પાંચ વિધાનસભા બેઠકો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર બેઠકના ધારાસભ્ય અને કદાવર ખેડૂત નેતા હર્ષદ રિબડિયા સાથે ETV Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં હર્ષદ રિબડિયા(Gujarat Assembly Election 2022)એ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસના હતા છે અને રહેવાના ભાજપ તેમની હતાશાને છુપાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવે છે તેવો દુષ્પ્રચાર કરી રહી છે.

Gujarat Assembly Election 2022: કોંગ્રેસના સાથે નવા યુવાનોને જોડવાની તૈયારી કરશું

author img

By

Published : Mar 19, 2022, 2:00 PM IST

જૂનાગઢઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના મહિનાઓમાં(Gujarat Assembly Election 2022) યોજાશે ચૂંટણી શક્યતાઓને લઇને હવે ધીરે ધીરે રાજકીય વાતાવરણ પણ ખૂબ ગરમ થતુ જોવા મળી રહ્યું છે. ચૂંટણીના પડઘમની વચ્ચે ભાજપ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને તેમના તરફ (Gujarat Congress MLA)આકર્શિત કરીને સૌરાષ્ટ્રમાં પોતાને મજબૂત કરવાને લઈને પ્રયાસ કરી રહ્યું છે. તેવા કેટલાક અહેવાલો અને વિગતો સામે આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર બેઠકના ધારાસભ્ય અને કદાવર ખેડૂત નેતા હર્ષદ રિબડિયા (Harshad Ribadia)સાથે ETV Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં હર્ષદ રિબડિયા એ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસના હતા છે અને રહેવાના ભાજપ તેમની હતાશાને છુપાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવે છે તેવો દુષ્પ્રચાર કરી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી

ચૂંટણીનો જંગ જીતવા માટેના તમામ પ્રયાસો શરૂ - પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પરથી ચૂંટણી જંગ હારસે અને તેને લઈને તમામ આયોજન કોંગ્રેસ દ્વારા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો (Junagadh five assembly seats)પર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં વિધાનસભાના પ્રત્યેક બુથ પર કોંગ્રેસના કાર્યકરો મતદારો સમક્ષ પહોંચીને ભાજપની નબળાઈ અને કોંગ્રેસે કરેલા કાર્યો તેમની સમક્ષ રાખીને આગામી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટેના તમામ પ્રયાસો અત્યારથી શરૂ કરી દીધા છે.

આ પણ વાંચોઃ Gramsevak Bharti 2022 : ગ્રામસેવક વર્ગ-3 ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો

જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની 9 બેઠકો - હર્ષદ રિબડિયા ETV Bharat સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે પાછલા પાંચ વર્ષ અને બે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાને લઈને ભાજપ તનતોડ મહેનત કરી રહ્યું હતું. પરંતુ જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની 9 બેઠકો પૈકી એકમાત્ર માણાવદર બેઠકના ધારાસભ્યને ભાજપ ખરીદવામાં સફળ રહ્યું છે.

હતાશામાં કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં આવી રહ્યા - આ સ્પષ્ટ બતાવી આપે છે કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ ધારાસભ્યો કોંગ્રેસ સાથે ત્યારે પણ હતા અને આજે પણ છે. ભાજપ તેમને ખરીદવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે તેમાં તેને સફળતા મળતી નથી માટે હતાશામાં કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં આવી રહ્યા છે. તેવું નિવેદન આપીને પોતાની હતાશા દૂર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની તમામ નવ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો વિજય બનશે તેવો આશાવાદ વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Assembly Elections 2022 : ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો કેસરિયો કરે એવી શંકા જતાવતાં સિરોહી એમએલએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.