ETV Bharat / state

AAPના પ્રવીણ હવે રામ ભરોસે, પાર્ટીના યુવા મોરચાના આ પ્રમુખનું નામ યાદીમાં શોધ્યે જડતું નથી - Gujarat Assembly Election 2022

રાજ્યમાં પહેલી વખત ચૂંટણીના મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પ્રવીણ રામનું (Pravin Ram Aam Aadmi Party leader) નામ આ યાદીમાં શોધ્યે જડતું નથી. તેઓ જૂનાગઢની કેશોદ અને તાલાળા બેઠક પરથી પક્ષના દાવેદાર હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ તેવું થયું નથી.

AAPના પ્રવીણ હવે રામ ભરોસે, પાર્ટીના યુવા મોરચાના આ પ્રમુખનું નામ યાદીમાં શોધ્યે જડતું નથી

author img

By

Published : Nov 16, 2022, 1:58 PM IST

જૂનાગઢ રાજ્યમાં પહેલી વખત ફૂલ ફ્લેજમાં ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આમાંથી એક નામ એવું છે કે, જે પાર્ટીમાં મહત્વના પદ પર છે તેમ છતાં એક પણ બેઠક પરથી તેમને ટિકીટ નથી મળી ને આ નામ છે પ્રવીણ રામનું. જી હાં, પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રવીણ રામનું નામ (Pravin Ram Aam Aadmi Party leader) ઉમેદવારીની યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી.

પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પ્રવીણ રામનું આ યાદીમાં શોધ્યે જડતું નથી

2 બેઠક પરથી દાવેદાર મનાઈ રહ્યા હતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ (Pravin Ram Aam Aadmi Party leader) કેશોદ અને તાલાળા બેઠક પરથી પક્ષના દાવેદાર મનાઈ રહ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીનું (Aam Aadmi Party Gujarat) મોવડી મંડળે પ્રવિણ રામને એક પણ જગ્યાએથી ઉમેદવાર બનાવ્યા નથી. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાલ તેમનો ફોન બંધ આવી રહ્યા છે.

યાદી જોઈને હોંશ ઉડી ગયા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) દ્વારા પ્રથમ તબક્કાના મતદાનને (First Phase Voting in Gujarat) લઈને તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં સૌથી ચોકાવનારું નામ ઉમેદવારોની યાદીમાં જોવા મળતું નથી. ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે યુવા મોરચાના પ્રમુખ અને આહીર અગ્રણી પ્રવીણ રામ (Pravin Ram Aam Aadmi Party leader) જૂનાગઢ કે ગીર સોમનાથ જિલ્લાની 9 બેઠકો પૈકી કોઈ એક વિધાનસભા બેઠક (Junagadh Assembly Seat) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનશે તેવી તમામ શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી.

આ કારણે ન બનાવ્યા ઉમેદવાર તો આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) મોવડી મંડળે એક પણ બેઠક પરથી પ્રવીણ રામને ઉમેદવાર તરીકે જાહેર કર્યા નથી. ETV Bharatને ટીમે તેમનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. સમગ્ર મામલાને લઈને જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અતુલ શેખડાએ ETV Bharat સાથે વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્ઞાતિજાતિના સમીકરણને ધ્યાને રાખીને કોઈ ચોક્કસ જ્ઞાતિના 2થી વધારે ઉમેદવારોને ટિકીટ આપવી શક્ય બનતી નહતી, જેના કારણે પ્રવિણ રામને જુનાગઢ કે ગીર સોમનાથ જિલ્લામાંથી ઉમેદવાર બનાવી શક્યા નથી.

કેશોદ અને તાલાલા બેઠક પરથી પ્રવીણ રામ હતા દાવેદાર આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ (Pravin Ram Aam Aadmi Party leader) જૂનાગઢ જિલ્લાની કેશોદ અને ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠક પરથી સંભવિત ઉમેદવાર માનવામાં આવતા હતા. પ્રવીણ રામ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સક્રિય જોવા મળતા હતા, પરંતુ સોમનાથ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ આહીર આગેવાન જગમાલ વાળા અને માણાવદર બેઠક પરથી આહીર જ્ઞાતિના ધર્મગુરુ કરસનભાઈ ભાદરકાને ઉમેદવાર બનાવ્યા છે.

તેને લઈને પ્રવીણ રામની ટિકીટ કપાઈ હોવાનું મનાઈ રહ્યું છે. પ્રવીણ રામ સૌરાષ્ટ્રના આંદોલનકારી યુવા નેતા તરીકે (Pravin Ram Aam Aadmi Party leader) છાપ ધરાવે છે. તેમની સાથે બેરોજગારો અને ખાસ કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કરી રહેલા અનેક કર્મચારીઓ સીધી રીતે જોડાયેલા છે, પરંતુ પ્રવીણ રામને એક પણ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા નથી જેની વિપરિત અસર આમ આદમી પાર્ટીના પ્રચાર અને પ્રદર્શન પર જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.