ETV Bharat / state

માણાવદર વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે મહત્વની, આ વખતે ખેલાશે ત્રિપાંખીયો જંગ - આમ આદમી પાર્ટી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો જૂનાગઢ વિધાનસભા બેઠક ( Manavadar Assembly Seat ) વિશે.

માણાવદર વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે મહત્વની, આ વખતે ખેલાશે ત્રિપાંખીયો જંગ

author img

By

Published : Sep 20, 2022, 11:46 PM IST

જૂનાગઢ આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી માણાવદર વિધાનસભા બેઠક ( Manavadar Assembly Seat ) દર ચૂંટણીની જેમ આ વખતે પણ ખૂબ જ મહત્વની બની રહેશે. અહીંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે હોઈ શકે છે તો બીજી તરફ કોંગ્રેસ પણ આ બેઠક કબજે કરવા માટે પાટીદાર કાર્ડ ખેલીને ફરી એક વખત માણાવદર બેઠક કોંગ્રેસની તરફેણમાં લાવવા માટે તમામ પ્રયાસો કરશે.

આગામી સમયમાં આ સંખ્યામાં વધારો નોંધાઈ શકે છે

માણાવદર વિધાનસભા બેઠક ડેમોગ્રાફી માણાવદર વિધાનસભા બેઠક ( Manavadar Assembly Seat )પર ચોક્કસ જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી માણાવદર વિધાનસભા બેઠકને કડવા પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક તરીકે ઓળખવામાં આવે છે. માણાવદર બેઠક પર કુલ 2,46,452 મતદારો નોંધાયા છે. જેમાં 1,28,668 પુરુષ અને 1,17,784 મહિલા મતદારો માણાવદર વિધાનસભા બેઠક પર નોંધાયેલા છે. મતદારોનું તેમની જ્ઞાતિ અને જાતિ આધારિત વિશ્લેષણ કરીએ તો માણાવદર બેઠક પર 35 હજાર લેઉવા પટેલ, 54 હજાર કડવા પટેલ, 5હજાર કોળી, 30 હજાર દલિત, 7હજાર ક્ષત્રિય મતદારો 05 હજારની આસપાસ માલધારી,30 હજારની આસપાસ આહીર મતદારો, 8 હજારની આસપાસ લઘુમતી મતદારો તેમજ 2500 બ્રાહ્મણ 6,000 લોહાણા 12,000 કડિયા કુંભાર મળીને અન્ય 25હજાર જેટલા મતદારો માણાવદર વિધાનસભા બેઠક ( Assembly seat of Manavadar ) પર નોંધાયેલા છે.

કોંગ્રેસના ઉમેદવાર સામે ચાવડાની જીતનું માર્જિન ઓછું હતું

અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2012માં ફરી એક વખત જવાહરભાઈ ચાવડા ( Javahar Chavda Seat ) ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે પણ તેમણે ભાજપના પૂર્વ પ્રધાન રતિભાઇ સુરેજાને પરાજય આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017ની ( Gujarat Assembly Election 2017 ) સામાન્ય ચૂંટણીમાં ફરી એકવાર જવાહર ચાવડાએ માણાવદર વિધાનસભા બેઠક ( Manavadar Assembly Seat ) પર 29,763 મતોના અંતરથી ભાજપના નિતીન ફળદુને પરાજય આપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતાં અને વર્ષ 2019ની પેટાચૂંટણીમાં જવાહર ચાવડાનો કોંગ્રેસના અરવિંદ લાડાણી ( Arvind Ladani Seat ) સામે 9759 મતે વિજય થયો હતો. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના સમયે જવાહર ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં. 2019 પેટાચૂંટણીમાં ( Gujarat Assembly ByElection 2019 )ભાજપના ઉમેદવાર તરીકે જવાહર ચાવડાએ વિજય મેળવ્યો હતો. 2019ના પરિણામો ભાજપ માટે ઉત્સાહ પ્રેરક હતાં. પરંતુ જવાહર ચાવડાની જીતનું અંતર પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના અરવિંદ લાડાણીએ ઘટાડી નાખ્યું હતું. જેના કારણે પણ માણાવદર બેઠક ખૂબ મહત્વની બની રહી છે. 2019 પૂર્વે માણાવદર બેઠક પરથી પૂર્વ કેબિનેટ પ્રધાન ભાજપના રતિભાઇ સુરેજા અને જનતા દળના જયરામ ભાઈ પટેલ નેતા તરીકે માણાવદર બેઠક પરથી રાજકારણની શરૂઆત કરી ચુક્યા છે પરંતુ જવાહર ચાવડા તમામને પાછળ રાખીને ચૂંટણી જીતવામાં વધુ સફળ રહ્યા છે.

માણાવદર વિધાનસભા બેઠર પર ત્રિપાંખિયો જંગ નક્કી આમ આદમી પાર્ટીએ સક્રિય રાજકારણમાં અને ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠક પર ( Manavadar Assembly Seat ) ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેને લઇને આ વખતે માણાવદર વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ નિશ્ચિત ( Gujarat election 2022 ) મનાઇ રહ્યું છે. કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી ( Arvind Ladani Seat ) અને હરિભાઈ પટેલ સંભવિત ઉમેદવાર તરીકે ઉપસી આવ્યા છે. આ બંને પાટીદાર આગેવાનોમાંથી કોઈ એક વ્યક્તિ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર થશે. ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ પ્રધાન અને વર્તમાન ધારાસભ્ય જવાહર ચાવડા ( Javahar Chavda Seat )ને નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. ચૂંટણી સમયે ભાજપની કોઈ રણનીતિમાં બદલાવ ન થાય તો જવાહર ચાવડા ફરી એક વખત ચૂંટણી જંગમાં જોવા મળશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ આહીર સમાજના અગ્રણી કરસનભાઈ ભાદરકાને ચૂંટણી જંગ (Gujarat Assembly Election 2022) માં ઉતારવાનું મન બનાવી લીધું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. આ પરિસ્થિતિની વચ્ચે માણાવદર વિધાનસભા બેઠક પર આ વર્ષે ત્રિપાંખિયો જંગ ( Election 2022 ) ચોક્કસપણે જોવા મળશે.

આ બેઠક પર આપનો પ્રવેશ ચાવડા માટે કસોટીરુપ બનશે

માણાવદર વિધાનસભા બેઠકની ખાસિયતો માણાવદર વિધાનસભા બેઠક ( Manavadar Assembly Seat ) બે મંત્રીઓ આપી ચૂકી છે જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા બેઠક રાજ્ય સરકારમાં બે વખત પ્રતિનિધિત્વ પણ પૂરું પાડ્યું છે. વર્ષ 2007 2002માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને વિજેતા બનેલા રતિભાઇ સુરેજા રાજ્ય પ્રધાનમંડળમાં પ્રધાન પદ ભોગવી ચૂક્યા છે. અંતે વર્ષ 2019માં થયેલી પેટાચૂંટણી બાદ ભાજપના જવાહર ચાવડા ( Javahar Chavda Seat ) રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ શોભાવી ચૂક્યા છે. આમ જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક બે વખત જિલ્લાને રાજ્યના પ્રધાનમંડળમાં સ્થાન અપાવી ચૂકી છે. વર્ષ 1990માં કોંગ્રેસના જવાહર ચાવડાએ જનતા દળના જયરામ પટેલને હરાવીને રાજકારણની શરૂઆત કરી હતી. વર્ષ 1998 માં ભાજપના રતિભાઇ સુરેજાએ કોંગ્રેસના જવાહરભાઈ ચાવડાને 6921 મતોથી પરાજય આપ્યો હતો. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રતિભાઇ સુરેજા એ કોંગ્રેસના ચંદુ ફળદુ ને પરાજય આપ્યો હતો ત્યારબાદ વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસના જવાહર ચાવડાએ ભાજપના રતીભાઇ સુરેજાને પરાજય આપ્યો હતો. એક સમયે માણાવદર કોટનનું માનચેસ્ટર ગણાતું હતું. .અહીં ખૂબ મોટી સંખ્યામાં જીનિંગ મિલ આવેલી હતી જેમાં સમગ્ર રાજ્યમાંથી આવતું કપાસ પ્રોસેસ થતું હતું જેને કારણે ખુબ મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થતું હતું.

માણાવદરમાં ખેતી અને રોજગાર બંને મોટા મુદ્દા છે

માણાવદર વિધાનસભા બેઠકની માગ જોકે માણાવદર હવે કોટનના માન્ચેસ્ટરનો દરજ્જો ગુમાવી ચૂક્યું છે. આજે એ હદે પરિસ્થિતિ વિપરિત બની ગઈ છે કે આંગળીને વેઢે ગણી શકાય તેટલા જીનિંગ મિલ જોવા મળે છે. જેમાં ખૂબ જૂજ પ્રમાણમાં રોજગારી મળી રહી છે. જેને કારણે જીનિંગ મિલો થકી મળતી રોજગારી સદંતર બંધ થયેલી જોવા મળે છે. જેને કારણે માણાવદર વિધાનસભા બેઠક ( Manavadar Assembly Seat ) પાછલા કેટલાક દસકાઓથી રોજગારી આપે તેવા ઉદ્યોગની રાહ જોઈને આજે પણ બેઠી છે. પાછલા ત્રણ દશકા કરતાં વધુ સમયથી માણાવદરનો ઘેડ વિસ્તાર ચોમાસા દરમ્યાન જળબંબાકાર બની જાય છે. જૂનાગઢની ઓઝત અને રાજકોટ તરફથી આવતી ભાદર નદીમાં પૂરને કારણે તેના પાણી માણાવદરના ઘેડ વિસ્તારને ફરી વળે છે. જેને કારણે આ વિસ્તારની ખેતીલાયક જમીનને ખૂબ મોટું નુકસાન થાય છે. પૂરને કારણે ખેતીની જમીનનું ધોવાણ થાય છે. વધુમાં સતત આગળ વધી રહેલો ખારાશ વાળો વિસ્તાર પણ દિવસેને દિવસે ખેતીને દુષ્કર બનાવી રહ્યો છે. જેને કારણે પણ માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામડાંઓમાં ખેતીનું ચિત્ર ખૂબ જ ધૂંધળુ બની રહ્યું છે. જેને કારણે જગતનો તાત દર વર્ષે દેવાના ડુંગર તળે દબાતો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.