જૂનાગઢ: જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022 )ધ્યાને રાખીને એક દિવસની ચિંતન શિબિરનું આયોજન ભવનાથના પ્રેરણા ધામમાં કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા પ્રદેશ મહિલા સેવા દળના પ્રમુખ પ્રગતિ બહેન આહીર જૂનાગઢ લોકસભાના પ્રભારી ડો દિનેશ પરમારની સાથે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જિલ્લાના પદાધિકારીઓની સાથે જૂનાગઢ વિસાવદર અને માંગરોળના ધારાસભ્યોએ પણ એક દિવસની ચિંતન શિબિરમાં (congress chintan shibir in junagadh ) હાજરી આપી હતી.
કોંગ્રેસની ચિંતન શિબિર - આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો કોંગ્રેસ પાસે કઈ રીતે આવી શકે તેને લઈને કાર્યકરોના સૂચનો આવકાર્યા હતા. જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ચિંતન શિબિરમાં(Congress Chintan Sibir)હાજર રહેલા સૌરાષ્ટ્રના પ્રભારીએ ઉપસ્થિત અગ્રણી નેતાઓને જૂનાગઢ જિલ્લાની માણાવદર અને કેશોદ વિધાનસભા બેઠક (Junagadh assembly seat)કઈ રીતે ભાજપ પાસેથી ખૂંચવી શકાય તેને લઈને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
આ પણ વાંચોઃ Tapi Yuva Swabhiman Sammelan: લોકોનો પ્રેેમ હશે તો જેમ રોડ પર લડ્યાં છીએ એમ કાકની જોડે વિધાનસભામાં લડીશું
AICCના પ્રભારી રામકિશન ઓઝાએ ગુજરાતના વિકાસને ગણાવ્યો ભ્રામક - AICCના સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા એ ગુજરાતના વિકાસને ભ્રામક ગણાવ્યો હતો. ઓઝાએ વડાપ્રધાન મોદી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસને લઇને ગપગોળા ચલાવી રહ્યા છે. રામકિશન ઓઝા પાછલા ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેમની સામે ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાથી લઈને રોજગારી ખેડૂતોના પ્રશ્નો સહીત અનેક મુદ્દાઓને લઈને અપરંપાર સમસ્યાઓ જોવા મળી રહી છે. સમસ્યાઓમાં ઘેરાયેલું ગુજરાત અત્યારે દેવાના ડુંગર નીચે પણ દબાયેલું જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મોડલને સામે રાખીને દેશના લોકો સાથે વિકાસના નામે છેતરપિંડી કરી રહ્યા છે તેવો આક્ષેપ પણ રામકિશન ઓઝાએ જૂનાગઢની એક દિવસની ચિંતન શિબિરમાં આપ્યો હતો.