જૂનાગઢ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી કૉંગ્રેસે ઉમેદવારોની યાદી (Gujarat Congress Candidate List) જાહેર કરી દીધી છે. ત્યારે જૂનાગઢ બેઠક પરથી કૉંગ્રેસે આ વખતે ભીખાભાઈ જોષીને (Congress Candidate Bhikhabhai Joshi) ટિકીટ આપી છે. ત્યારે કૉંગ્રેસના આ ઉમેદવારે ETV Bharat સાથે રૂબરૂ વાતચીત કરી હતી. તો આવો જાણીએ તેમણે વાતચીત દરમિયાન શું કહ્યું.
પ્રશ્ન આગામી ચૂંટણીની રણનીતિ કેવી હશે?
જવાબ જૂનાગઢ વિધાનસભા સીટ (Junagadh assembly constituency) પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને જે રીતે ઉમેદવાર તરીકે સતત બીજી વખત પસંદ કર્યો છે. પક્ષનો આ ભરોસો હું ક્યારેય તોડીશ નહીં. પક્ષ પ્રત્યે આભાર વ્યક્ત કરીને તેમણે ચૂંટણી રાણીનીતિને લઈને વાત કરી હતી. પક્ષની વિચારધારા આગામી ચૂંટણીમાં રણનીતિનો મુખ્ય મુદ્દો હશે.
પ્રશ્ન આગામી મતદાનને લઈને ઉમેદવાર તરીકે કેવું આયોજન કર્યું છે?
જવાબ મતદારો પ્રત્યે ભીખાભાઈ જોષી (Congress Candidate Bhikhabhai Joshi) ફરી એક વખત વિશ્વાસની રણનીતિ આગળ વધારીને મત માગવા માટે જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે પ્રકારે ધારાસભ્યોની ખરીદ વેચાણ થયું તેમાં તેઓ અલગ અને મક્કમ રહીને જૂનાગઢના મતદારોએ તેમનામાં વ્યક્ત કરેલો વિશ્વાસ જાળવી રાખ્યો છે. તેમ જ આ જ પ્રકારનું મતદારનો વિશ્વાસ ફરી જળવાય અને મતદારોના આપેલા મતનો દ્રોહ નહીં કરે. તે પ્રકારે આગામી મતદાનને લઈને મતદારો વચ્ચે જવાનું આયોજન ધારાસભ્ય ભીખાભાઈ જોષી કરી રહ્યા છે.
પ્રશ્ન આ વખતની ચૂંટણીમાં મતદાન અને રાજકીય પક્ષોના માપદંડો અલગ છે તેને લઈને શું માનો છો?
જવાબ સતત વધતી જતી મોંઘવારી પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ આજે ડબલ થઈ રહ્યા છે. લોકોને પડતી મુશ્કેલી અને સતત વધી રહેલી બેરોજગારી આ વખતની ચૂંટણીના મુખ્ય મુદ્દા અને માપદંડો રહેશે તેવો પોતે મોંઘવારી (Inflation in Gujarat) બેરોજગારી અને લોકોને પડેલી હાલાકીના મુદ્દાઓને લઈને મત લેવા માટે લોકોની વચ્ચે જશે.