જૂનાગઢ મનપાની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી લડતા તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં તમામ 159 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ઉમેદવારોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી જેવી કે ખર્ચ પ્રચારની મર્યાદા પ્રચારનો સમયગાળો આદર્શ આચાર સંહિતાનો મામલો તેમજ વિવિધ વોર્ડમાં દરેક ઉમેદવારો દ્વારા યોજવામાં આવતી જાહેર સભાને લઇને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ માહિતી આપી હતી.
કેટલાક ઉમેદવારો તેમના રાજકીય જીવનની શરૂઆત કરી રહ્યા છે. જેને લઇને તેઓ તમામ ટેકનીકલી બાબતોથી માહિતગાર થાય અને ચૂંટણીપંચ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમો અને માપદંડોનુ ઉલ્લનઘન ન થાય તેવી રીતે તેમનું પ્રચાર કાર્ય કરે તેના માટે આજની બેઠક યોજવામાં આવી હતી.