ETV Bharat / state

જૂનાગઢ ગોરખનાથ આશ્રમે ભક્તો માટે બનાવ્યું હેન્ડ સેનીટાઈઝર... - ગોરખનાથ

આગામી 8 જૂનના રોજ ધાર્મિક સ્થાનો ખુલી રહ્યા છે, ત્યારે ભક્તોના હાથને સેનીટાઈઝ કરવા માટે ગોરખનાથ આશ્રમે હેન્ડ સેનીટાઈઝર બનાવ્યું છે.

ગોરખનાથ આશ્રમે ભક્તો માટે જાતે જ બનાવ્યું હેન્ડ સેનીટાઈજર

author img

By

Published : Jun 6, 2020, 5:36 PM IST

જૂનાગઢ : આગામી 8મી તારીખથી સમગ્ર દેશમાં મંદિરો અને ધાર્મિક સંસ્થાનો ખુલી રહ્યા છે, ત્યારે ભક્તોની મોટી સંખ્યામાં હાજરીને ધ્યાને રાખીને ભવનાથમાં આવેલા ગુરુ ગોરખનાથ આશ્રમે સંપૂર્ણ દેશી પદ્ધતિનુ અને ખૂબ જ અસરકારક હેન્ડ સેનીટાઈઝર આશ્રમમાં બનાવ્યું છે. જેના વડે આશ્રમમાં આવતા દરેક ભક્તોના હાથને સેનીટાઈઝ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગોરખનાથ આશ્રમે ભક્તો માટે જાતે જ બનાવ્યું હેન્ડ સેનીટાઈજર
આગામી 8 જૂને સમગ્ર દેશના ધાર્મિક સ્થાનો અને મંદિરો કેટલીક ચોક્કસાઈ અને સુરક્ષાના કડક આદેશ અનુસાર ખુલવા જઈ રહ્યા છે, ત્યારે છેલ્લા 70 કરતા વધુ દિવસોથી ઘરમાં બંધ રહેલા ભક્તો મોટી સંખ્યામાં ધાર્મિક સ્થાનો મંદિરો અને દેવાલયોમાં દર્શન કરવા માટે આવે તેવી પૂરતી શક્યતાઓ છે. ત્યારે દર્શન કરવા આવતા દરેક ભક્તોના હાથને સેનીટાઈઝ કરવા માટે ભવનાથમાં આવેલા ગોરખનાથ આશ્રમે દેશી પદ્ધતિનું તેમજ ખૂબ જ અસરકારક હેન્ડ સેનીટાઈઝર આશ્રમમાં જ બનાવ્યું છે.
કપૂર, ફટકડી અને ગ્લિસરીન
કપૂર, ફટકડી અને ગ્લિસરીન
બજારમાં મળતી કપૂર, ફટકડી અને ગ્લિસરીન તેમજ કુદરત દ્વારા વિનામૂલ્યે મળતો કળવો લીમડો આ સેનીટાઈઝરમાં મુખ્ય ઘટકો રાખવામાં આવ્યા છે. ચારેય પદાર્થોનો જરૂરી માત્રામાં મિશ્રણ કરીને ભારતની દેશી પદ્ધતિ અનુસાર સેનીટાઈજર બનાવવામાં આવ્યું છે. બજારમાં મળતાં સેનીટાઈજરમાં આલ્કોહોલ અને કેટલાક રસાયણોમાંથી તેને બનાવવામાં આવે છે. જે હાથ વાટે શરીરમાં અંદર પ્રવેશવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે, ત્યારે કોરોના જેવી મહામારીમાં આવુ સેનીટાઈઝર બાળકો સહિત તમામ લોકોને ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.જેને ધ્યાને રાખીને ગોરખનાથ આશ્રમ દ્વારા ભારતની પ્રાચીન આર્યુવૈદિક પદ્ધતિ મુજબનું અને સો ટકા સુરક્ષિત તેમજ બિનહાનિકારક હેન્ડ સેનીટાઈઝર બનાવ્યું છે. જેનો આગામી આઠમી તારીખથી આશ્રમમાં આવતા દરેક ભક્તો માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

જૂનાગઢથી મનિષ ડોડીયાનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.