જૂનાગઢ સનાતન ધર્મ સંસ્કૃતિમાં વિવિધ ધાર્મિક તહેવારોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ત્યારે માઘ મહિનાના શનિવારે આવતી અમાસને મૌની અમાસ તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે. આ દિવસે શ્રીહરિ વિષ્ણુ અને દેવાધિદેવ મહાદેવની દર્શન પૂજા અને તેનો અભિષેક કરવાથી પ્રત્યેક ભાવિકને મનોવાંચ્છિત ફળ મળતુ હોય છે. ત્યારે જાણો આ દિવસે કેવી રીતે પૂજા કરવામાં આવે છે અને પુજા નુ કેવું મળે છે પુણ્યશાળી ફળ.
આ પણ વાંચો વારંવાર તુંટવા છતા પણ વધુ ભવ્ય બન્યો મહાકાલ, રાજાભોજે કરાવ્યું હતું નવીનીકરણ
અમાસનો મહિમા હાલ પવિત્ર માઘ માસ ચાલી રહ્યો છે. સમગ્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક પવિત્ર સ્થળોએ સ્નાન કરવાને ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. ત્યારે માઘ મહિના આવતી અમાસને મૌની અમાસ તરીકે પૂજવામાં આવે છે. ત્યારે શનિવારે આવતી અમાસનું પણ ખૂબ જ વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિના શાસ્ત્રોમાં જે ઉલ્લેખ કરાયો છે તે મુજબ માઘ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ધાર્મિક માન્યતા અને પરંપરા અનુસાર માઘ મહિના ની અમાસના દિવસે મનુ મહારાજનો જન્મ થયો હતો તેને કારણે પણ તેને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો પરંપરાઃ સંતરામ મંદિરમાં પોષી પુનમની બોર ઉછાળીને કરાઈ ઉજવણી
આ મૌન વ્રત અને સ્નાનનું વિશેષ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિના મૌની અમાસના દિવસે મૌન વ્રતનું સંપૂર્ણ પાલન કરીને પવિત્ર નદીઓ, સરોવરો અને ઘાટમાં સ્નાન કર્યા બાદ શ્રીહરિ વિષ્ણુનું પૂજન, ભજન, કીર્તન, દાન વ્રત કરવાથી વ્રત કરનારા પ્રત્યેક વ્યક્તિને સનાતન ધર્મ સંસ્કૃતિની વાયકા મુજબ મુનિનું સ્થાન પ્રાપ્ત થતું હોય છે.
આ લોકોને થાય છે લાભ બીજી તરફ જ્યોતિષશાસ્ત્રના મત મુજબ, જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ શાપિત દોષ તેમ જ કાલ સર્પદોષ હોય તેવી વ્યક્તિએ મૌની અમાસના દિવસે પવિત્ર જળમાં સ્નાન કરી ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવે તો તેમને તમામ દોષોમાંથી મુક્તિ પણ મળતી હોય છે. ઉપરાંત આજના દિવસે ભગવાન કુબેરની પ્રાર્થના, દર્શન અને ધાર્મિક વિધિ વિધાન સાથે આસ્થાપૂર્વક પૂજન કરવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિના જીવનમાંથી કાયમ માટે દરિદ્રતા દૂર થતી હોય છે.
મૌની અમાસના દિવસે કરાતી વિવિધ પૂજા અને ઉપાયો આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને 108 તૂલસીપત્ર અર્પણ કરીને વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી પુણ્યશાળી ફળ મળતું હોય છે. વધુમાં આજના દિવસે કાળા તલ અને ગોળનાં લાડુ બનાવી તેમાં યથાયોગ્ય વ્યક્તિની આર્થિક ક્ષમતા મુજબ દક્ષિણા મૂકી લાલ વસ્ત્રમાં બ્રાહ્મણોને દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થતી હોય છે તેવી ધાર્મિક વાયકા પણ મૌની અમાસ સાથે જોડાયેલી છે.
મંત્રના ઉચ્ચારણથી મળે છે પાપમાંથી મુક્તિ આ સાથે જ આ દિવસે પવિત્ર ધર્મગ્રંથ ગીતાના 15મા અધ્યાયનું પઠન કરવાથી પ્રત્યેક વ્યક્તિને સમાજમાં યશ, માન અને કીર્તિ પ્રાપ્ત થતી હોય છે. તેવી ધાર્મિક વાયકા પણ જોડાયેલી છે. વધુમાં આ દિવસે પીપળાના વૃક્ષ તળે દિવો કરી કાચું દૂધ, શુદ્ધ જળ અને કાળા તલ મિશ્રણ કરીને પીપળાના વૃક્ષની 108 વખત પરિક્રમા કરીને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનું ઉચ્ચારણ કરવાથી પણ સમસ્ત પાપોમાંથી મુક્તિ મળતી હોય છે તેવી ધાર્મિક વાયકા મૌની અમાવસ્યા સાથે જોડાયેલી છે.