ભવનાથમાં પ્રથમ વખત આયોજિત શિવરાત્રી મીની કુંભ મેળાને લઈને હવે વિવાદો સામે આવી રહ્યા છે. ભવનાથ પરિક્ષેત્રના વસ્ત્રપથેશ્વર મહાદેવ મંદિરના મહંત મુક્તાનંદગિરી દ્વારા મેળાના આયોજનને લઈને યાત્રાધામ વિકાસ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 15 કરોડ ક્યાં અને કેટલા વાપરવામાં આવ્યા તેને લઈને જાહેર માહિતી માગવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.
મેળાનો પ્રારંભ થયો ત્યારથી જ 15 કરોડ રૂપિયાને લઈને ચર્ચાઓ જોવા મળી હતી. જેના પર હવે મુક્તાનંદગિરી દ્વારા સવાલો ઉભા કરવામાં આવતા મેળાના આયોજનને લઈને યાત્રાધામ વિકાસ બોર્ડ અને જૂનાગઢ મનપા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.