ઉનાળા દરમિયાન પાણીની તંગી પડવાને કારણે તમામ પ્રકારના શાકભાજીના ભાવો આસમાને જોવા મળી રહ્યા છે. જેને કારણે તમામ વર્ગના ગ્રાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ત્યારે લીંબુના બજારભાવો પણ 100 થી લઈને 120 જેટલા થઇ જતા ખરીદદારોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.
ઉનાળા દરમિયાન પાણીની તંગી ઉભી થતાં લીંબુ સહિતની શાકભાજીના બજારભાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ઉનાળા દરમિયાન લોકો ગરમીથી રાહત મેળવવા માટે લીંબુનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે જેની અસર તેની આવક પર પણ થતી જોવા મળી રહી છે પરંતુ લીંબુની ભારે માગને લઈને વેપારીઓ દ્વારા લીંબુની કૃત્રિમ અછત ઉભી કરીને ગ્રાહકો પાસેથી વધુ પડતા રૂપિયા લઈને તગડો નફો કરતા હોય છે તેવું ગ્રાહકો માની રહ્યા છે.
લીંબુના વપરાશ અને તેના ઉત્પાદનમાં આવેલ અસમાનતાને કારણે લીંબુની બજાર વધી રહી છે જેની અસર પુરવઠા પર પણ પડી રહી છે જેને કારણે લીંબુના ભાવો આસમાની ઉંચાઈ પર પહોંચી ગયા છે હજી ગરમીનો એક મહિનો બાકી છે ત્યારે આ બજાર ભાવોમા વધુ ઉછાળો થઇ શકે છે જેની વિપરીત અસરો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો પર જોવા મળી શકે છે.