ETV Bharat / state

જૂનાગઢના આઇસક્રીમ પાર્લરમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં - junagadh

જૂનાગઢઃ જયશ્રી રોડ પર આવેલી રંગોલી આઇસ્ક્રીમની દુકાનમાં લાગી હતી. શૉર્ટ સર્કિટને કારણે આગ લાગતા દુકાનનું ફર્નિચર બળીને ખાખ થયું  સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

જૂનાગઢના આઇસ્ક્રીમ પાર્લર લાગી આગ
author img

By

Published : Jun 9, 2019, 2:19 PM IST

Updated : Jun 9, 2019, 2:27 PM IST

રવિવારે સવારે જૂનાગઢના જયશ્રી રોડ પર આવેલી રંગોલી આઇસક્રીમ પાર્લરમાં અચાનક આગ લાગતા કોઈ મોટું નુકસાન થયું ન હતું. પરંતુ આગને કારણે દુકાનમાં રાખવામાં આવેલું ફર્નિચર બળીને ખાખ થયું હતું. ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જ્યાં આઇસક્રીમ પાર્લર છે ત્યાં ઉપરના માળ પર લોકોના કેટલાક ઘરો પણ હતા. જેથી જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો આગમાં જાન અને માલની ભારે ખુવારી બની શકી હોત. પરંતુ આગ સામાન્ય હતી અને ફાયરના અધિકારીઓ દ્વારા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. જેને લઈને જાન અને માલની ખુવારી અટકાવી શકવામાં સફળતા મળી હતી.

જૂનાગઢના આઇસ્ક્રીમ પાર્લરમાં લાગી આગ

Last Updated : Jun 9, 2019, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.