જુનાગઢઃ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો દ્વારા ગઠબંધનનું રાજકારણ શરૂ થઈ ગયું છે ગઈકાલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગઠબંધનની વાતો શરૂ થઈ છે ત્યારે ઈટીવી ભારતે જુનાગઢ લોકસભા બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધનની શક્યતાઓને લઈને વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે તે મુજબ વર્ષ 2023 માં થયેલા ગુજરાત વિધાનસભા ના મતદાન મુજબ મતદારો પોતાનો મત ફરી એક વખત પુનરાવર્તિત કરે તો જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની ચોક્કસ હાર થઈ શકે છે.
ગઠબંધનની રાજનીતિનો પ્રભાવઃ આગામી વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં પણ ગઠબંધનનું રાજકારણ ખૂબ જ પ્રભાવી જોવા મળી શકે છે તેનું ઉદાહરણ ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનથી પોતાનો સંયુક્ત ઉમેદવાર ઉભો રાખશે આવી પરિસ્થિતિમાં રાજ્યની 26 લોકસભા બેઠક જે હાલ ભાજપ પાસે છે
etv ભારતનો વિશેષ અહેવાલઃ તેના પર કેવા રાજકીય સમીકરણો સર્જાઈ શકે છે તેને લઈને etv ભારતે વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે.સિનિયર પત્રકારો પણ માની રહ્યા છે કે જુનાગઢ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન શક્ય બને તો જુનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારની 50 હજાર કરતાં વધુ મતોથી હાર થઈ શકે છે ગત વિધાનસભા નું પરિણામવર્ષ 2022માં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જુનાગઢ લોકસભા અંતર્ગત આવતી જુનાગઢ માંગરોળ વિસાવદર સોમનાથ તાલાલા કોડીનાર અને ઉના આ સાત બેઠકો પૈકી સોમનાથ બેઠક કોંગ્રેસ અને વિસાવદર બેઠક આમ આદમી પાર્ટી પાસે જોવા મળે છે આ સિવાય 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રિપાખિયા જંગને કારણે ભાજપને દેખીતો અને ચોખ્ખો ફાયદો થયો છે ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરી આપે છે કે ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપની જીતને સરળ બનાવી દીધી પરંતુ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને પાર્ટી સંયુક્ત ઉમેદવાર ઉભો રાખે તો જુનાગઢ બેઠક પરથી ભાજપનો ઉમેદવાર ચૂંટણી હારી શકે છે. (વિજય પીપરોત, સિનિયર પત્રકાર જૂનાગઢ)
ત્રિપાંખીયા જંગનો ફાયદો ભાજપનેઃ વર્ષ 2017 માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જુનાગઢ લોકસભામાં આવતી તમામ સાત વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા રહ્યા હતા ત્યારબાદ વર્ષ 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના રાજેશ ચુડાસમાં એક લાખ કરતા વધુ મતોથી વિજેતા બન્યા હતા 2022 મુજબ મતદાન થાય તો ભાજપની હારવર્ષ 2022 ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢ લોકસભા અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો જેનો સીધો ફાયદો ભાજપના તમામ ઉમેદવારોને થયો અને સાત પૈકીની પાંચ બેઠકો જીતવામાં ભાજપને સફળતા મળી.
જૂનાગઢની બેઠકો પર ગઠબંધન સફળ રહેશેઃ ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન જુનાગઢ લોકસભા નીચે આવતી સાત બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતોની સંખ્યાને ધ્યાને રાખીએ તો તેમાં કોંગ્રેસ અને આપ ના સંયુક્ત ઉમેદવારોને જિલ્લાની લોકસભાની સાત બેઠકો પર 5,81,370 જેટલા મત પ્રાપ્ત થયા છે તેવી જ રીતે ભાજપના ઉમેદવારોને 5,15,988 જેટલા મતો પ્રાપ્ત થયા છે ભાજપ ને મળેલા મતો કરતા કોંગ્રેસ અને આપના સંયુક્ત ઉમેદવારોને મતોની સંખ્યા 65,382 જેટલી વધુ જોવા મળે છે વર્ષ 2023 ની ચૂંટણી અનુસાર જો ફરી એક વખત લોકસભામાં મતદાન થાય તો ભાજપનો ઉમેદવાર 65,382 જેટલા મતોથી જુનાગઢ લોકસભા બેઠક પર હારી શકે છે.