ETV Bharat / state

જૂનાગઢના ગાયત્રી શક્તિ પીઠમાં આજે ગાયત્રી જ્યંતિની કરવામાં આવશે ઉજવણી - Gayatri Mantra

હિન્દુ ધર્મમાં ગીતાજી, શિવપુરાણ, કૃષ્ણાયન, મહાભારત, રામાયણ જેવા ધાર્મિક ગ્રંથો(Religious texts) છે. જેમાં ગાયત્રી મંત્રને પણ સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે આજે ગાયત્રી જયંતિ (Gayatri Jayanti) નિમિત્તે જૂનાગઢમાં આવેલી ગાયત્રી શક્તિ પીઠ (Gayatri Shaktipeeth temple) મંદિરમાં ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ગાયત્રી જયંતિની ઉજવણી કરવામાં આવશે. ગાયત્રી મંત્રનો હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ સવાર અને સાંજ પ્રત્યેક વ્યક્તિઓ ગાયત્રી મંત્રનો સતત જાપ કરે તો તેના થકી દરેક વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થય છે તેવી આપણી ધાર્મિક માન્યતા છે.

જૂનાગઢના ગાયત્રી શક્તિ પીઠમાં આજે ગાયત્રી જ્યંતિની કરવામાં આવશે ઉજવણી

author img

By

Published : Jun 21, 2021, 8:05 AM IST

Updated : Jun 21, 2021, 8:25 AM IST

  • સમગ્ર રાષ્ટ્રમાં આજે 'માં' ગાયત્રીની જન્મ જયંતિ (Gayatri Jayanti)ની કરવામાં આવશે ઉજવણી
  • જૂનાગઢમાં આવેલા ગાયત્રી શક્તિ પીઠ માતાનાં મંદિરે ભક્તો કરશે દર્શન
  • આજના દિવસે ગાયત્રી મંત્રના જાપ અને માતાના દર્શન કરવાથી મળે છે વિશેષ ધાર્મિક ફળ

જૂનાગઢઃ જેઠ મહિનાની દશમના દિવસે 'માં' ગાયત્રીનું પૃથ્વી પર અવતરણ થયું હોવાથી આજે જૂનાગઢના ભવનાથમાં આવેલા ગાયત્રી શક્તિ પીઠ મંદિરમાં ભક્તો દ્વારા 'માં' ગાયત્રીના દર્શન કરીને આજે ગાયત્રી જયંતિની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે દર્શન અને યજ્ઞમાં ભાગ લેવાથી વિશેષ શુભ ફળ પ્રાપ્ત થતું હોવાને કારણે તેમજ આજના દિવસે 'માં' ગાયત્રીના દર્શન કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જેને કારણે 'માં' ગાયત્રીના ભક્તો દર્શન કરીને ગાયત્રી જયંતિની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરશે.

જૂનાગઢના ગાયત્રી શક્તિ પીઠમાં આજે ગાયત્રી જ્યંતિની કરવામાં આવશે ઉજવણી

આજે સમગ્ર રાષ્ટ્રમાં ગાયત્રી જયંતિની થઇ રહી છે ઉજવણી

આજે સમગ્ર રાષ્ટ્રમાં ગાયત્રી જયંતિની ધાર્મિક આસ્થા અને પૂજન સાથે ઉજવણી થશે. જેઠ મહિનાની દશમના દિવસે 'માં' ગાયત્રીનું પૃથ્વી પર અવતરણ થયું હોવાની ધાર્મિક માન્યતાને લઈને આજના દિવસે 'માં' ગાયત્રીની જયંતિ(Gayatri Jayanti) ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહી છે. 'માં' ગાયત્રીને મોક્ષદા અને ગૌરવ પ્રદા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ સવાર અને સાંજ પ્રત્યેક વ્યક્તિઓ ગાયત્રી મંત્રનો સતત જાપ કરે તો તેના થકી દરેક વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો હોવાની આપણી ધાર્મિક માન્યતા છે. જેને કારણે ગાયત્રી મંત્ર સમગ્ર ઘરમાં આજે સંભળાતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે 'માં' ગાયત્રીની પૂજા અને મંત્રનો જાપ કરવાથી સંસારના દુઃખમાંથી મુક્તિ મળે છે. તેવી ધાર્મિક આસ્થા આજે પણ જોવા મળે છે. જેને કારણે ગાયત્રી જયંતિની ખૂબ વિશેષ ધાર્મિક આસ્થા સાથે ભાવિકો ઉજવણી કરશે.

માતા ગાયત્રી બ્રહ્માજીના પત્નિ તરીકે પણ સમગ્ર જગતમાં છે પૂજનીય

'માં' ગાયત્રી બ્રહ્માજીના પત્નિ તરીકે સમગ્ર જગતમાં પૂજાય છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં 'માં' ગાયત્રીને પાંચ મુખ ધરાવતા પંચાંગના તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પ્રત્યેક વ્યક્તિને પંચતત્વથી બનેલા શરીરનો મોહ ત્યાગવાનું સૂચવી છે. ગાયત્રી મંત્રમાં 24 શબ્દોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં જ્ઞાનરુપીણી તરીકે પણ 'માં' ગાયત્રીની આજે પૂજા થય છે. જનોઈ ધારણ કરતી વખતે પણ ગાયત્રી મંત્રના જાપ કરવાથી વિશેષ ફળ લાભ પ્રાપ્ત થતું હોવાનું આપણા હિન્દુ ધર્મના ગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

'માં' ગાયત્રીને કામધેનું તરીકે પણ ઓળખવામાં આવે છે

હિન્દુ ધર્મગ્રંથોમાં ગાયત્રી માતાને કામધેનું તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને લઇને ગાયત્રી મંત્રનો સતત જાપ કરવાથી બુદ્ધિ ચાતુર્ય ખીલે છે સાથે સાથે મનની શાંતિ અને માનસિક સ્થિરતા પણ ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત થતી હોવાના અનેક પુરાવાઓ આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. 'માં' ગાયત્રીનું સ્વરૂપ અને લક્ષણો પદ્મપુરાણમાં આજે પણ જોવા મળી રહ્યા છે. ગાયત્રી માતાને વેદોમાં શ્રેષ્ઠ એટલે કે, વેદ માતા તરીકે પણ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં પૂજવાનો વિશેષ મહત્વ આદી અનાદિ કાળથી સતત જોવા મળતું આવ્યું છે.

Last Updated : Jun 21, 2021, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.