ગાંધીજીની 150 મી જન્મજયંતિના ઉજવણી પ્રંસગે ગુજરાત એનસી.સી. દ્વારા પર્યાવરણ બચાવોનાં સંદેશ સાથે દાંડીથી એનસીસીના કેડેટ દ્વારા દાંડીથી એક જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી જે સંઘ પ્રદેશ દીવ ખાતે આવી પહોંચી હતી. દીવના બંદર ચોક ખાતે એન.સી.સી ક્રેડેટ સુરત દ્વારા પર્યાવરણ માટે લોકોમાં જન જાગૃતિ આવે તે અંતર્ગત નુક્કડ નાટક દ્વારા પાણીનો બગાડ ના કરવો, વૃક્ષોનું જતન કરવું, કચરો ગમે ત્યાં ફેકવો નહી વગેરે વિષય પર લોકોને જાગૃત કરવામા આવ્યા હતા.
આ સાથે પ્રદૂષણ મુક્ત વિશ્વ માટે લોકોએ પણ શપથ લીધા હતા. આ બાઈક રેલી સાત દિવસ દરમિયાન 2000 કિ.મી નું અંતર કાપીને સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે.જ્યાં તેનું સમાપન થશે જે જગ્યા પર ગાંધીજી રોકાયા હતા અથવા તો જ્યાં ગાંધીજીના સંભારણા છે. તેવા દરેક સ્થળ પર જઈને લોકોને ગાંધીજીના સંદેશની સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરીને દેશ સેવાનું કામ કરવા આગ્રહ કરશે.અને ગાંધીજીના સંદેશને લોકો સુધી પહોંચાડશે. આ રેલીમાં એનસીસીના કેડેટની સાથે અધિકારીઓ પણ જોડાયા હતા.