પોરબંદર: પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂ તથા જુગારની બદ્દી નાબુદ કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનએ જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃતી નાબુદ કરવા આપેલી ખાસ સુચના અન્વયે LCB PI એમ.એન. દવેના માર્ગદર્શન હેઠળ PSI એન.એમ. ગઢવીના એલ.સી.બી. સ્ટાફ સાથે માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે મુળ માધવપુર ગાદાળીસીમ નારણ મેરામણની વાડી પહેલા આરોપી કરશન રાણા કરગટીયા, ગાંગા કારા કરગટીયા, મહેશ ઉર્ફે રાજુ રાણા કરગટીયા, નારણ મેરામણ કરગટીયા, દેવરાજ જેતશી ડાભી, ભીખુ કરશન કરગટીયા રહે. તમામ મુળ માધવપુર તા. જી.પોરબંદર જાહેરમા જુગાર રમતા રૂપિયા 19250 તથા મોબાઈલ નંગ 5 કિંમત રૂપિયા 7500 મળી કુલ રૂપિયા 26750ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા. માધવપુર પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલો છે.