જૂનાગઢ: પાછલા કેટલાક દસકાઓથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર (Flood water of Ojat river)ચોમાસા દરમિયાન એક મહિના કરતાં વધુ સમય માટે પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ વર્ષે પણ ઘેડના ગામો પુરના પાણીથી પ્રભાવિત થવાની શરૂઆત થઇ ચૂકી છે. ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે શાપુર નજીક આવેલ ઓઝત (Ozat river )પ્રવિયર અને વંથલી નજીક આવેલા ઓજત ડેમના દરવાજા ખોલવામાં આવતા ઓજત નદીમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું છે જેને કારણે ઘેડ વિસ્તારનું બામણાસા ગામ પુરના પાણીથી જળમગ્ન થયું છે.
આ પણ વાંચોઃ ભારે વરસાદથી રસ્તાઓમાં પડેલા ખાડા રિપેર કરવા યુદ્ધના ધોરણે કામગીરી
ઘેડ વિસ્તારના પચાસ કરતાં વધુ ગામો થશે અસર - પાછલા ઘણા વર્ષોથી ચોમાસા (Monsoon Gujarat 2022)દરમિયાન વગર વરસાદે ઘેડ વિસ્તારના 50 જેટલા ગામો પુરના પાણીથી થોડા ઘણા અંશે પ્રભાવિત થાય છે. ધોરાજી નજીક આવેલ ભાદર ડેમના દરવાજા ખોલવાથી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારના ગામો પર ભાદર ડેમનું પાણી ફરી વળે છે.
આ પણ વાંચોઃ Monsoon Gujarat 2022: ગુજરાતમાં 24 કલાકમાં 14 લોકોના મોત, 40 ગામોમાં વીજળી ગુલ
પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે - તો બીજી તરફ કેશોદ, વંથલી અને માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારના ગામોમાં ઓઝત નદીમાં આવેલા પૂરના પાણી ફરી વળે છે જેને કારણે ઘેડ વિસ્તારના પચાસ કરતાં વધુ ગામો વગર વરસાદે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આવી મુશ્કેલ પરિસ્થિતીમાં ઘેડના લોકો પાછલા કેટલાક દસકાઓમાંથી સમસ્યાનું નિરાકરણ થાય તેની રાહ જોઈ રહ્યા છે.