ETV Bharat / state

ઘેડ વિસ્તાર જળબંબાકાર, એક પછી એક ગામડા બેટમાં ફેરવાવા લાગ્યા - Ozat and Bhadar river

જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડના ગામોમાં ઓઝત અને ભાદર નદીના પૂરનું (Ghed area flooded)પાણી પ્રવેશ કરવાનું શરૂ થયું છે. આગામી દિવસોમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 50 જેટલા ગામો ઓઝત અને ભાદર નદીના પૂરના પાણીથી પ્રભાવિત બનતા જોવા મળશે. જેને કારણે તમામ ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ઘેડ વિસ્તાર જળબંબાકાર, એક પછી એક ગામડા બેટમાં ફેરવાવા લાગ્યા

author img

By

Published : Jul 14, 2022, 4:01 PM IST

જૂનાગઢઃ ભાદર અને ઓજત નદીનું પાણી ધીમે ધીમે ઘેડ વિસ્તારના ગામડાઓમાં (Ghed area flooded)પ્રવેશ કરી રહ્યું છે. જેને પગલે આગામી દિવસોમાં ઘેડ વિસ્તારના 50 કરતાં વધુ ગામડાઓ ઓઝત અને ભાદર નદીના (Ozat River)પૂરના પાણીથી પ્રભાવિત થતા જોવા મળશે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના માણાવદર, માંગરોળ, કેશોદ, વંથલી અને કુતિયાણા તેમજ રાણાવાવ તાલુકાના કેટલા ગામો ઓજત અને ભાદર નદીમાં (Ozat and Bhadar river)આવેલા પૂરના પાણીને કારણે પ્રભાવિત બનશે જેની શરૂઆત આજે થઈ ચૂકી છે.

ગામડા બેટમાં ફેરવાવા લાગ્યા

આ પણ વાંચોઃ Monsoon Gujarat 2022: ઘેડ વિસ્તારના ગામો બેટમાં ફેરવાયાં

કોડવાવ ગામમાં પૂરના પાણીનો પ્રવેશ - જૂનાગઢ જિલ્લાના ગામો (Heavy rain in Junagadh)અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના નજીક આવેલા છે તેવા ગામોમાં ધીમે ધીમે ભાદર અને ઓઝત નદીના પૂરનું પાણી પ્રવેશ કરી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોડવાવ ગામમાં ભાદર અને ઓઝત નદીના પૂરના પાણીનો પ્રવેશ થતો જોવા મળી રહ્યો છે. માણાવદર તાલુકાનું કોડવાવ ગામ જાણે કે નદીમાં ફેરવાઈ ગયેલું જોવા મળે છે.

આ પણ વાંચોઃ ઘેડ વિસ્તાર જળમગ્ન થવાનું શરૂ, બામણાસા ઘેડમાં પહોંચ્યા ઓઝત નદીના પાણી

15 દિવસ સુધી આ પ્રકારની પૂરની પરિસ્થિતિ - આગામી દિવસોમાં મટીયાણા ઓસા બાલાગામ સહિત 50 કરતાં વધુ ગામો ઓજત અને ભાદર નદીના પૂરના પાણીને કારણે જળમગ્ન બનશે અને ત્યારબાદ આ ગામ લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી જોવા મળશે જેને શરૂઆત આજથી થઈ ગઈ છે. આગામી 15 દિવસ સુધી આ પ્રકારની પૂરની પરિસ્થિતિ મોટાભાગના ઘેડના ગામોમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.