ETV Bharat / state

લોકડાઉનનો ડરઃ તમાકુની દુકાન બહાર વ્યસનીઓની લાંબી કતારો - corona update

કોરોના સંક્રમણને કારણે બુધવારથી નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, ત્યારે પહેલા લોકડાઉનની માફક આ વખતે પણ તમાકુના વ્યસનીઓ દ્વારા તમાકુની ખરીદી કરવા માટે દુકાનોની બહાર લાંબી લાઈનો લગાવતા જોવા મળી રહ્યા છે. પ્રથમ લોકડાઉનમાં જે પ્રકારે તમાકુના વ્યસનીઓ તમાકુને લઈને બેબાકળા બન્યા હતા. ત્યારે હવે આ વખતે કોઈપણ પ્રકારના લોકડાઉનની સ્થિતિમાં તમાકુને લઈને કોઈ મુશ્કેલી સહન કરવી ન પડે તેને ધ્યાને રાખીને તમાકુનું આગવુ આયોજન કરતાં જોવા મળ્યા હતા.

લોકડાઉનનો ડરઃ તમાકુની દુકાન બહાર વ્યસનીઓની લાંબી કતારો

author img

By

Published : Apr 28, 2021, 2:51 PM IST

  • બુધવારથી અમલમાં આવી રહેલા નવા નિયમોને લઈને વ્યસનીઓમાં ફફડાટ
  • જૂનાગઢ શહેરમાં તમાકુની ખરીદી કરવા માટે વ્યસનીઓએ લગાવી લાંબી લાઈનો
  • લોકડાઉનની કોઈ પણ પરિસ્થિતિમાં તમાકુનું આગવું આયોજન કરવા વ્યસનીઓ જોવા મળ્યા લાઈનમાં

જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે બુધવારથી 5મી મે સુધી સુધારેલા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય મોટાભાગના વ્યાપારિક સંકુલો બંધ રાખવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. આવી પરિસ્થિતિમાં હવે તમાકુની ખરીદી કરવા માટે તમાકુના વ્યસનીઓએ વહેલી સવારથી જ તમાકુનું વેચાણ કરતી દુકાનો બહાર લાંબી લાઈનો લાગી હતી. લોકો તમાકુની ખરીદી કરવા માટે રીતસરની પડાપડી પણ કરતા જોવા મળ્યા હતા.

લોકડાઉનનો ડરઃ તમાકુની દુકાન બહાર વ્યસનીઓની લાંબી કતારો

આ પણ વાંચોઃ મોડાસામાં પાન-મસાલાની એજન્સી પાસે ભારે ભીડ થતા બાઉન્સર ગોઠવાયા, છેવટે દુકાન બંધ કરી

લોકડાઉન પહેલા જ તમાકું લેવા માટે પડાપડી

પહેલા તબક્કામાં પણ આ જ પ્રકારે તમાકુની દુકાનો બહાર મોટી સંખ્યામાં તમાકુનું સેવન કરતા વ્યસનીઓએ લાંબી લાઇનો લગાવી હતી. આ જ પ્રકારના દ્રશ્યો હવે બીજા તબક્કામાં પણ જોવા મળી રહ્યા છે. હાલ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તમાકુના વ્યસનીઓએ તમાકુની ખરીદી કરવા માટે આગવું આયોજન કરી લીધું હોય તે પ્રકારના દ્રશ્યો જૂનાગઢમાં જોવા મળ્યા હતા.

લોકડાઉનને કારણે તમાકુના વ્યસનીઓ ખૂબ જ બેબાકળા બન્યા

પહેલા તબક્કામાં અચાનક આવેલા લોકડાઉનને કારણે તમાકુના વ્યસનીઓ ખૂબ જ બેબાકળા બની રહ્યા હતા. પ્રથમ તબક્કાના લોકડાઉનમાં તમાકુની ખૂબ ભારે અછત જોવા મળી હતી. અચાનક આવેલા લોકડાઉનને કારણે તમાકુની વેચાણ કરતી તમામ દુકાનો બંધ જોવા મળતી હતી. ત્યારે આ વખતે પાણી પહેલા વ્યસનીઓ પાળ બાંધતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ લોકડાઉનમાં મોરબીમાં પાન-મસાલાના હોલસેલના ગોડાઉનમાં ચોરી થઇ

લોકડાઉનમાં તમાકુની કાળા બજારી પુષ્કળ પ્રમાણમાં થતી જોવા મળી

પ્રથમ તબક્કાના લોકડાઉનમાં તમાકુની કાળા બજારી પણ પુષ્કળ પ્રમાણમાં થતી જોવા મળી હતી. ત્યારે તમાકુનું વ્યસન ધરાવતા લોકો હવે તમાકુને લઈને કોઈ હાડમારીનો સામનો ન કરવો પડે તેમજ કાળી બજારમાંથી તમાકુની ખરીદી ઉંચા ભાવે ન કરવી પડે, તેમજ કોઈ પણ સમયે લોકડાઉન જેવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેનું આગવું આયોજન કરીને અત્યારથી જ તમાકુની ખરીદી કરતા તમાકુનું વ્યસન ધરાવતા લોકો જૂનાગઢમાં લાઈન લગાવતા જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.