ETV Bharat / state

કોરોના સંકટમાં ETV ભારતે નિભાવી સામાજિક જવાબદારી, જૂનાગઢમાં 280 પરિવારોમાં કર્યું કીટનું વિતરણ

દેશના જાગતિક સમૂહ માધ્યમ તરીકે ETV Bharat હંમેશની જેમ કોરોના સંકટમાં રાષ્ટ્રની પડખે આજેપણ અડીખમ ઊભું છે. જૂનાગઢની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગમાં ETV Bharat પોતાની સામાજિક જવાબદારી નિભાવતાં જરરિયાતમંદોમાં 250 ખીચડી કિટનું વિતરણ કર્યું હતું.

author img

By

Published : Apr 3, 2020, 7:39 PM IST

કોરોના સંકટમાં ETV ભારતે નિભાવી સામાજિક જવાબદારી, જૂનાગઢમાં 280 પરિવારોમાં કર્યું કીટનું વિતરણ
કોરોના સંકટમાં ETV ભારતે નિભાવી સામાજિક જવાબદારી, જૂનાગઢમાં 280 પરિવારોમાં કર્યું કીટનું વિતરણ

જૂનાગઢઃ વૈશ્વિક મહામારી બની ગયેલા કોરોના વાયરસને પગલે ઈટીવી ભારત ફરી એક વખત પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા આગળ આવ્યું છે. કોરોના લૉક ડાઉનના કારણે અનેક લોકો પૂરતું પેટ પણ ન ભરી શકે તેવી સ્થિતિમાં મૂકાયાં છે. આ સમયે જૂનાગઢના જરૂરિયાતમંદ લોકોમાં ETV Bharat અને સામાજિક સંસ્થાઓએ પોતાની જવાબદારીઓનું વહન કરીને 250 જેટલી ખીચડી કીટ બનાવીને વિતરણ કર્યું હતું.

ગુજરાતમાં દરરોજ કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો આંકડો વધી રહ્યો છે.આ પરિસ્થિતિમાં સૌથી વધુ પ્રભાવિત થયો છે ગરીબ અને મજૂર વર્ગ, જેઓનો રોજગાર દસ દિવસથી છીનવાઈ ગયો છે. ભય પમાડે તેવા સમયે નિરાશ એવા મજૂરવર્ગંને શક્ય એટલી સહાયતા કરવાના ઉદ્દેશથી ETV ભારત અને જૂનાગઢની સામાજિક સંસ્થા પ્રકૃતિ મિત્રએ સાથે મળીનેે અંદાજિત 500 કિલો ખીચડીનું વિતરણ કર્યું છે.સંકટની ઘડીમાં ઈટીવી અને Eenadu ગ્રુપ સમગ્ર દેશમાં મદદ માટે સક્રિયપણે સાથ આપતું રહ્યું છે અને જ્યારે પણ સમાજ સેવાની જરૂર પડે ત્યારે Eenadu ગ્રુપ આગળ આવીને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાની તક ચૂકતું નથી. આપને જણાવીએ કે કોરોના વાયરસના લૉક ડાઉનના પગલે જૂનાગઢ કોર્પોરેશનના વોર્ડ નંબર 2ના અતિપછાત અને મજૂર વર્ગ છેલ્લાં દસ દિવસથી સહાય માટે રાહ જોઈ રહ્યો હતો. ત્યારે આ પરિવારોની વચ્ચે જઈને ETV ભારત અને પ્રકૃતિ મિત્રના સભ્યોએ 250 જેટલી કાચી ખીચડીની કીટનું વિતરણ કરીને સંકટની આ ઘડીમાં ગરીબ અને મજૂર પરિવારનું દુઃખ હળવું થાય તે દિશામાં સમાજસેવાનું કામ કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.