- જૂનાગઢના પ્રગતિશીલ યુવાન ખેડૂતે બનાવી ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમા
- ગાયના ગોબર અને પંચગવ્યમાંથી બની પર્યાવરણને જાળવી રાખતી ગણપતિજીની પ્રતિમા
- ગોબર ગૌમુત્ર દૂધ-ઘી સહિત પંચગવ્યના સમનવ્ય થકી બની ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમા
જૂનાગઢ: જિલ્લાના કોયલી ગામના યુવાને ગાયના ગોબરમાંથી ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમાં બનાવીને પર્યાવરણની સાથે જળ પ્રદૂષણને પણ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. જે ખરેખર આવકારદાયક છે. યુવાન પાછલા કેટલાક વર્ષોથી ગાય આધારિત ખેતી કરી રહ્યો છે, ત્યારે ગાયમાંથી મળતું પંચગવ્ય ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમાંઓ માટે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, ત્યારે આગામી ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાને રાખીને ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ પર્યાવરણની સાથે જળ પ્રદૂષણને પણ ઘટાડવામાં ઉપયોગી સાબિત થશે.
આ પણ વાંચો: Sankat Chaturthi 2021: આજે છે વિશેષ સંકટ ચોથ, જાણો મુહૂર્ત અને પૂજાવિધાન
ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવામાં આવી
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામના નવયુવાન અને પ્રગતિશીલ ખેડૂતે ગાય આધારિત પંચગવ્યમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા આગામી ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાને રાખીને બનાવી છે. આ પ્રતિમા પર્યાવરણની સાથે જળ પ્રદૂષણને પણ ઘટાડવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. સર્વોચ્ચ અદાલતે પણ પ્રતિમાઓ અને ખાસ કરીને ગણપતિની પ્રતિમાઓ કે, જે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી હતી. તેને ધ્યાને રાખીને કેટલાક કડક આદેશો જાહેર કર્યા છે. ત્યારે ગાયના ગોબર અને પંચગવ્ય માંથી બનેલી ગણેશજીની પ્રતિમા પર્યાવરણની જાળવણી સાથે જળ પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદરૂપ બનશે.
આ પણ વાંચો: ગણેશ ઉત્સવને લઈને વિવિધ સ્ટાઇલની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ શરૂ
ગાયનું ગોબર અને પંચગવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમાનું પૂજન
ગાયનું ગોબર અને પંચગવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમાનું પૂજન કરવાથી ગાયના પૂજનનો પણ મળશે. બેવડો લાભ ગાયના ગોબર ગૌમુત્ર, દૂધ, ઘી તેમજ પાણીનો સુમેળ કરીને ગણપતિની પંચગવ્ય ઇકોફ્રેન્ડલી પ્રતિમાં તૈયાર કરવામાં આવી છે. ગણપતિનું સ્થાપન કર્યા બાદ તેની પૂજા કરવાથી પણ ગણપતિની સાથે ગાય માતાની પૂજાનું પુણ્ય મળી શકે છે વધુમાં ગણેશ વિસર્જન વખતે આ પ્રતિમાને જળમાં વિસર્જિત કરવાથી પાણીનું પ્રદૂષણ પણ થતું નથી સાથે જળમાં રહેલા અન્ય જીવ જંતુ અને નાની માછલીઓને પોષણ તરીકે આ પ્રતિમા ખોરાકના રૂપમાં પણ મળી રહેશે પંચગવ્યમાંથી બનેલી ગણેશજીની પ્રતિમા ફુલછોડ માટે પણ ઉત્તમ ખાતર બની શકે છે, ત્યારે જૂનાગઢના યુવાન અને પ્રગતિશીલ ખેડૂતનો આ પ્રયાસ ખરેખર આવકારદાયક છે.