કેશોદ એસટી અધિકારીઓના ચેકિંગ દરમિયાન વાહન ડિટેઇન કરવા બાબતે મારામારી - gujarat
જૂનાગઢઃ કેશોદ બાયપાસ જૂનાગઢ ચોકડી નજીક એસટી ચેકીંગ દરમિયાન વાહન કરવા બાબતે પ્રાઇવેટ વાહન ચાલકે પથ્થરમારો કર્યો હતો. જેથી સરકારી વાહનોના કાચ ફુટયા હતા અને એક સરકારી અધિકારીને ઇજા થઇ હતી.
માહિતી મુજબ ગુરુવારે સવારે એસ.ટી નિગમના સીઇઓ ચેકીંગ ટીમ કેશોદની જૂનાગઢ ચોકડી ઉપર ચેકીંગ હાથ ધર્યુ હતું. ત્યારે પ્રાઇવેટ વાહનોવાળાએ આ ચેકીંગ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. સીઇઓ ચેકીંગના અધિકારીને પ્રાઇવેટ વાહન ચાલકે કહ્યું કે, અન્ય વાહન ચાલકોને રોકવામાં આવતા નથી અને મારુ વાહન જ કેમ તેવુ કહેતા વાહન ચાલકને એસટી અધિકારીએ ધક્કો માર્યો હતો. ત્યારે પ્રાઇવેટ વાહનોવાળાએ આ ચેકીંગ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ કારણે સરકારી વાહનોના કાચ પણ ફુટયા હતા.
જુનાગઢ કેશાેદના બાયપાસ જુનાગઢ ચાેકડી નજીક એસટી સીઇઓ ચેકીંગ દરમિયાન વાહન ડિટેઇન કરવા બાબતે મારામારીનાે બનાવ
સીઇઓ ચેકીંગ કરતા સરકારી વાહન પર પ્રાઇવેટ વાહન ધારકે કર્યાે પથ્થરમારાે
પથ્થરમારાે થતાં સરકારી વાહનના કાચ ફુટ્યા
એક સરકારી અધિકારીને ઇજા
સીઇઓ ચેકીંગના અધિકારીને પ્રાઇવેટ વાહન ચાલકે કહ્યું કે અન્ય વાહન ચાલકાેને રાેકવામાં નથી આવતા અને મારૂ વાહન જ કેમ તેમ કહેતા વાહન ચાલકને એસટી અધિકારીએ માર્યાે ધક્કાે,
બંન્નેને સામસામે ઇજા, લાેકાેના ટાેળે ટાેળા ઉમટયા
વિગત મુજબ આજે સવારે એસ ટી નિગમના સી ઓ ચેકીંગ ટીમ કેશોદની જુનાગઢ ચોકડી ઉપર ચેકીંગ હાથ ઘરાયું હતું ત્યારે પ્રાઇવેટ વાહનો વાળાએ આ ચેકીંગ ટામ ઉપર પથ્થરમારો કરાયો હતો જયારે કેશોદ પોલીશને જાણ કરતાં કેશોદ પોલીશ ઘટના સ્થળે આવીને મામલો થાળે પાડયો હતો જયારે આ સી ઓ ચેકીંગ ટીમના વાહનનો કાચ તુટતાં કેશોદ પોલીશ સ્ટેશનમાં ફરીયાદ નોંઘાવાઇ છે સંજય વ્યાસ જુનાગઢ
Conclusion: