ETV Bharat / state

Junagadh news: ડો. અતુલ ચગની આત્મહત્યાના કેસમાં મોટા સમાચાર, સાંસદ રાજેેશ ચુડાસમા સામે પુત્રે કરી અરજી - Doctor Atul Pragya Putra filed a police complaint

ડૉક્ટર અતુલ ચગે 12 ફેબ્રુઆરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુસાઈડ નોટમાં બે નામનો ઉલ્લેખ કરાયો હતો. ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ દ્વારા વેરાવળ પોલીસને સમગ્ર મામલામાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ કરતી અરજી આપવામાં આવી છે.

doctor-atul-pragya-putra-filed-a-police-complaint-against-mp-chudasama

author img

By

Published : Feb 19, 2023, 12:49 PM IST

જૂનાગઢ: વેરાવળના ખ્યાતનામ તબીબ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ દ્વારા વેરાવળ પોલીસને સમગ્ર મામલામાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ કરતી અરજી આપવામાં આવી છે. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમા ડોક્ટર જગની આત્મહત્યા માટે એકમાત્ર જવાબદાર છે. તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અરજી હિતાર્થ ચગે આપી છે.

જૂનાગઢના સાંસદને જવાબદાર ઠેરવવા પુત્રની અરજ: પાછલા એક સપ્તાહ હતી વેરાવળના ખ્યાતનામ તબીબ અતુલ ચગની આત્મહત્યાનો મામલો ખૂબ જ ચર્ચાસ્પદ બની રહ્યો છે. ગળે ફાંસો ખાતા પૂર્વે ડોક્ટર અતુલ ચગે સુસાઈડ નોટ લખી છે જેમાં રાજેશ ચુડાસમા અને નારાયણભાઈ નામની વ્યક્તિનો ઉલ્લેખ કરાયો છે. હવે સમગ્ર મામલો જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તરફ વળી રહ્યો છે. મૃતક અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારાયણ ચુડાસમા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરતી અરજી વેરાવળ પોલીસને સુપરત કરી છે.

પોલીસ કાર્યવાહીની માગ: હિતાર્થ ચગની અરજીને આધારે વેરાવળ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પણ માધ્યમોને વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે મૃતક ડોક્ટર ચગના પરિવારજન દ્વારા પોલીસને અરજી મળી છે તેના પર પણ પોલીસ તપાસ કરી રહી છે. સત્યતા તેમજ પુરાવાઓને ધ્યાને રાખીને અરજી પર વધુ કાર્યવાહી પોલીસ કરી શકે છે.

આ પણ વાંચો Security breach in Amit Shah's Pune visit: પુણેમાં રેલી દરમિયાન અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક

આત્મહત્યાનો મામલો પૈસાની લેતી દેતી સાથે સંકળાયેલો: ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાનો મામલો પૈસાની લેતી દેતી સાથે સંકળાયેલો છે. પાછલા કેટલાક વર્ષોથી સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પરિવાર સાથે ડોક્ટર અતુલ ચગનો નાણાકીય વ્યવહાર કરવાનો સંબંધ હતો. જે પૈકી સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પરિવાર દ્વારા કેટલાક પૈસા ડોક્ટર અતુલ ચગ પાસેથી ઉછીના લીધા હતા જે પરત આપવાને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પરિવારજનોએ સ્પષ્ટ ઇનકાર કરી દેતા ડોક્ટર અતુલ ચગે માનસિક તાણમાં આત્મહત્યા કરી છે તેવો ઉલ્લેખ તેમના પુત્ર હિતાર્થ ચગ દ્વારા અરજીમાં કરાયો છે. અગાઉ ચુડાસમા પરિવાર દ્વારા આપવામાં આવેલો મોટી રકમનો ચેક પણ બેંકમાંથી પરત આવતા ડોક્ટર અતુલ ચગ ખૂબ માનસિક તણાવમાં હતા તેવી વાત પણ ડોક્ટર ચગના પુત્ર હિતાર્થ ચગે કરી છે.

આ પણ વાંચો 49th GST council meeting: GST કાઉન્સિલની બેઠક બાદ શું થયું સસ્તું-મોંઘું? નાણાપ્રધાને આપી માહિતી

સાંસદ પર કાર્યવાહી થશે કે કેમ?: સમગ્ર આત્મહત્યા મામલામાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તરફ મામલો વળી રહ્યો છે અત્યારે સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે કે કેમ તેને લઈને પણ હવે ઇન્તઝારી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. સંસદીય પ્રણાલી મુજબ સાંસદ રાજેશ ચુડાસમાનું નામ આરોપી તરીકે FIR માં દાખલ થાય તો તેની પૂછપરછ કે અટકાયત કરવા માટે સંસદની પૂર્વ મંજૂરી મેળવવી પડે છે. આવી પરિસ્થિતિમાં પણ હવે ડોક્ટર ચગની આત્મહત્યાનો મામલો ખૂબ જ ચર્ચાસ્પદ બની રહ્યો છે. હાલ તો હિતાર્થ ચગે સાંસદ રાજેશ ચુડાસમા અને તેનો પરિવાર મુખ્ય આરોપી છે તેવો આક્ષેપ કરતી અરજી ગીર સોમનાથ પોલીસને આપી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.