ETV Bharat / state

Junagadh News: ખેતી પાકોને નુકસાન અંગે જિલ્લા કલેકટરે કર્મચારીઓને સર્વે કરવાના કર્યા આદેશ

author img

By

Published : Aug 3, 2023, 8:44 AM IST

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જે બાદ ખેડૂતોના પાકને નુકશાન થયું છે. હાલ નુકશાનીના કારણે જિલ્લા કલેકટરે કર્મચારીઓને સર્વે કરવાના આદેશ કર્યા છે.

ખેતી પાકોને નુકસાન અંગે  જિલ્લા કલેકટરે કર્મચારીઓને સર્વે કરવાના કર્યા આદેશ

જૂનાગઢ: જૂન અને જુલાઈ માસમાં જૂનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેતી પાકોને ખૂબ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને હવે જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જે તે ગામડાઓ માટે કર્મચારીઓને સર્વે કરીને દૈનિક રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.

"માંગરોળ કેશોદ સહિત જિલ્લાના તમામ નવ તાલુકામાં કે જ્યાં અતિ ભારે વરસાદને કારણે કૃષિ પાકોને નુકસાન થયું છે. તેવા 521 જેટલા ગામોમાં જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા અને ગ્રામ સેવકોને નુકસાનગ્રસ્ત ગામ અને ખેડૂતોની મુલાકાત કરીને તેના સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ ફોટો સાથેનો રિપોર્ટ દરરોજ જે તે તાલુકા અને જિલ્લા પંચાયતને સુપ્રત કરવાનો આદેશ કર્યો છે આગામી દિવસોમાં તમામ 521 ગામનો સર્વે પૂર્ણ થતા તેનો રિપોર્ટ રાજ્ય સરકારને કરવામાં આવશે ત્યારબાદ સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ રાહત અંગે કોઈ અંતિમ સહાય મળવાની શક્યતા પ્રબળ બનશે.-- અનિલ કુમાર રાણાવસિયા (જૂનાગઢ જિલ્લા કલેકટર)

કલેકટરે કર્યો આદેશ: જૂન અને જુલાઈ માસ દરમિયાન જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ કરતા અતિ ભારે વરસાદ પડ્યો છે. જેને લઈને જિલ્લા ના તમામ નવ તાલુકાઓમાં ચોમાસુ ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો દ્વારા નુકસાની નો સર્વે કરીને તેને સહાય આપવામાં આવે તેવી ખેડૂત સંગઠનોની સાથે રાજકીય પક્ષો અને ખેડૂતોએ માંગ કરી હતી. જેના બાગ રૂપે ખેતી નિયામક દ્વારા નુકસાની નો સર્વે કરવામાં આવે તે અંગેના આદેશ જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયતને કરવામાં આવતા આજે જિલ્લા કલેકટર દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ નવ તાલુકામાં અતિવૃષ્ટિગ્રસ્ત ગામોનો સર્વે કરવા માટે કર્મચારીઓની ટીમ બનાવીને તેને રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.

  1. Weather Forecast: 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ
  2. Gujarat Weather Forecast: દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.