અમરેલીઃ વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે ફરજ બજાવતા અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી તેમના મત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન પરેશ ધાનાણીએ કુકાવાવ વિસ્તારમાં કેટલાક લોકાર્પણ અને ખાતમુર્હતના કામોને તેમ જ પક્ષને મજબૂતી મળે તે માટે પક્ષના સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા. કુકાવાવ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે ત્યારે અહીથી અમરેલી જિલ્લામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત અને કારગર નીવડે તે માટે પક્ષના સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી.
