જૂનાગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન (lili parikrama girnar) આખરે 2 વર્ષ પછી કરવામાં આવ્યું છે. ત્યારે ગિરનાર ખાતે પરિક્રમાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં 10 લાખ લોકો પરિક્રમા માર્ગ પર ભ્રમણ કરી રહ્યા છે. આ ખૂબ મોટો આંકડો છે ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં મરાઠી પરિવારના લોકો પણ પરિક્રમા માં સામેલ થવા માટે આવી રહ્યા છે.
પરિક્રમા માર્ગ પર માનવ મહેરામણ આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશમાંથી પરિક્રમા (lili parikrama girnar) કરવા માટે આવતા ભાવિકોની હાજરી પરિક્રમા માર્ગ પર જોવા મળી રહી છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં 10,00,000 લોકોએ પરિક્રમા પૂર્ણ કરી દીધી છે. આ પૈકીના કેટલાક પરિક્રમાર્થીઓ હજી પણ પરિક્રમાના માર્ગ પર જોવા મળી રહ્યા છે. પરિક્રમા શરૂ થતા પૂર્વે છે ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમાથીઓની હાજરી ભવનાથ તળેટીમાં જોવા (girnar taleti junagadh) મળશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો, જે સાચો પડી રહ્યો છે. તો આજના દિવસ સુધી 10,00,000 લોકોએ ભાવનાથની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત કર્યું છે.
મરાઠી સમાજની વિશેષ હાજરી આ વર્ષે વિશેષ પ્રમાણમાં મરાઠી પરિક્રમાર્થીઓની હાજરી દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમા કરવા માટે આવતા ભાવિકોને હાજરી જોવા મળી છે. તો આ વખતે સવિશેષ પ્રમાણમાં મરાઠી પરિવારો ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમા માટે (lili parikrama girnar) આવી રહ્યા છે.
પરિક્રમાર્થીઓએ વર્ણવ્યો અનુભવ નાગપુરના પરિક્રમાર્થી અતુલ કોલાનકર અને સ્વાતિબેન પણ આ વર્ષે પરિક્રમા કરવા ગિરનારની તળેટીએ (girnar taleti junagadh) આવ્યા છે. તેમણે પોતાના અનુભવ અંગે કહેતા જણાવ્યું હતું કે, આ પરિક્રમા ખૂબ જ ધાર્મિક ભાવનાને ઉજાગર કરે છે. વર્ષોથી અહીં ગુરુદત્ત અને ગિરનારી મહારાજની હાજરી જોવા મળે છે. આના કારણે પણ તેઓ આ પરિક્રમામાં સામેલ થવા માટે આવ્યા છે. તો પૂણેનાં સ્વાતિબેને જણાવ્યું હતું કે, ગિરનારી મહારાજ અને દત્ત ગુરુદત્તની કૃપાથી આ બધું શક્ય બન્યું છે અને પાંચ દિવસની આ પરિક્રમા (lili parikrama girnar) બિલકૂલ પૂર્ણ કર્યા બાદ ગિરનાર પર્વત (girnar taleti junagadh) પર બિરાજતા ગુરુદત્ત મહારાજની ચરણ પાદૂકાના દર્શન કરીને પાવનકારી લીલી પરિક્રમાને અમે પૂર્ણ કરીશું.