- વર્ષના પ્રારંભે યોગ અભ્યાસનો નિદર્શન
- શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખવા યોગનું ઘણું મહત્વ
- વર્ષ 2021 માં લોકો યોગ દ્વારા શરીરને તન્દુરસ્તી અર્પે તેવી ડૉ. અનિતા કટારીયાની અપીલ
જૂનાગઢઃ નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આ નવા વર્ષમાં લોકો શરીરની સાથે મનને પણ પ્રફુલ્લિત રાખે તે પ્રકારના યોગઅભ્યાસનું નિદર્શન ETV ભારત દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપતા ડોક્ટર અનિતા કટારીયા યોગમાં ખૂબ જ મહારથ ધરાવે છે. ડોક્ટર અનિતા કટારીયા યોગના પ્રચારને લઈને વિશ્વના કેટલાય દેશોમાં આયોજીત કરવામાં આવેલી યોગ શિબિરોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, જે જુનાગઢ માટે ગર્વની બાબત છે.
યોગને જીવનનો ભાગ બનાવવાનું સૂચન
વર્ષ-2020 મહામારીનું વર્ષ સમગ્ર વિશ્વમાં નોંધાયેલું હતું, ત્યારે હવે આ નવા વર્ષમાં લોકો સ્વસ્થ રહે અને તેમનું મન પ્રફુલ્લિત રહે તે માટે જુદા જુદા પ્રણ લેતા હોય છે. આ પ્રણને વળગી રહી ફિટ અને હેલ્ધી રહેવા માટે ડો. અનિતા કટારિયાએ યોગને જીવનનો ભાગ બનાવવાનું સૂચન કર્યું છે.