ETV Bharat / state

શિવરાત્રિ મેળાને લઇને રૂપાણીનું નિવેદન, સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને લેવાશે નિર્ણય

મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારના રોજ જૂનાગઢ જિલ્લાની મુલાકાત લીધી હતી. પ્રથમ જૂનાગઢ શહેરમાં આયોજિત સભામાં જૂનાગઢ શહેરના અંદાજે 300 કરોડ કરતા વધુના ખર્ચે બનવા જઇ રહેલી ભૂગર્ભ ગટરના કામનુ ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ સાસણ નજીક દેવળીયા અને આસપાસના વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટેના નવા કામોની જાહેરાત પણ કરી હતી. ગિરનાર સફારી તાકીદે શરૂ થાય તેને લઈને વન વિભાગ દ્વારા કામ હાથ ધરી દેવામાં આવી છે. આગામી શિવરાત્રિનો મેળો જો અનુકૂળતાને હશે તો રાજ્ય સરકાર આયોજન કરવાની મંજૂરી આપે તે દિશામાં વિચાર કરવાનો આશ્વાસન આપ્યું હતું.

વિજય રૂપાણી
વિજય રૂપાણી
author img

By

Published : Jan 20, 2021, 4:35 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે
  • જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે નવા આયોજનો અંગે આપી માહિતી
  • આગામી દિવસોમાં ગિરનાર સફારી શરૂ કરવા માટે વન વિભાગને આદેશો આપ્યા : મુખ્ય પ્રધાન રૂપાણી
  • કોરોના સંક્રમણ કાબૂમાં હશે, તો રાજ્ય સરકાર શિવરાત્રિના મેળાને આયોજીત કરવા અંગે વિચાર કરશે

જૂનાગઢ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારે એક દિવસના જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે હતા. રૂપાણીએ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 300 કરોડ કરતા વધુના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યનું 9મા નંબરનું સૌથી મોટું શહેર જૂનાગઢ ગટર યોજના બાબતે હજૂ સુધી પાછળ જોવા મળતું હતું. ત્યારે અંદાજિત 300 કરોડ કરતા વધુના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના કામને રૂપાણીએ મંજૂરી આપી હતી. આ સાથે સાસણ અને દેવળિયા સફારી પાર્કમાં સનસેટ પોઇન્ટ સહિત પ્રવાસન સ્થળ ના બ્યુટીફીકેશન માટે 32 કરોડ કરતા વધુના રકમની ફાળવણી કરી હતી અને આગામી દિવસોમાં સાસણ અને દેવળિયા સફારી પાર્કમાં પણ વિકાસના કામો શરૂ થઈ જશે જેને લઇને પ્રવાસીઓને ખૂબ મોટો ફાયદો થશે.

શિવરાત્રિ મેળાને લઇને રૂપાણીનું નિવેદન, સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને લેવાશે નિર્ણય

જૂનાગઢથી લઈને દિવ સુધીના નવા વિકસી રહેલા પર્યટન કોરિડોરમાં ગિરનાર સફારી પાર્ક ખૂબ મોટો ફાળો ભજવશે

આગામી દિવસોમાં સાસણ દેવળિયા અને આંબરડી સફારી પાર્ક જેવી વ્યવસ્થા ગિરનાર સફારી પાર્કમાં પણ અસ્તિત્વમાં આવી રહી છે. સમગ્ર યોજનાને લઇને રાજ્યના વન વિભાગને આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. આગામી કેટલાક સમયમાં ગીરનાર ક્ષેત્રમાં સાસણ અને દેવળિયા જેવું સફારી પાર્ક આકાર લઇ શકશે અને જૂનાગઢથી લઈને દિવ સુધીના નવા વિકસી રહેલા પર્યટન કોરિડોરમાં ગિરનાર સફારી પાર્ક ખૂબ મોટો ફાળો ભજવી શકે છે.

Vijay Rupani
શિવરાત્રિ મેળા

ગિરનાર સફારી પાર્ક અને શિવરાત્રિના મેળાને લઈને રાજ્ય સરકાર છે હકારાત્મક

રૂપાણીએ શિવરાત્રિના મેળાને લઈને પણ જો કોરોના સંક્રમણ કાબૂમાં હશે ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થશે, તેને ધ્યાને રાખીને મહાશિવરાત્રિના પારંપરિક ધાર્મિક મેળાના આયોજનને લઇને રાજ્ય સરકાર જે તે સમયે ઉચિત અને યોગ્ય નિર્ણય કરશે રૂપાણીએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની વચ્ચે કોઈપણ પ્રકારના ધાર્મિક આયોજનો કરવા ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ જો કોરોનાનું સંક્રમણ બિલકુલ કાબૂમાં હશે તો રાજ્ય સરકાર મહા શિવરાત્રિના મેળાના આયોજનને લઇને પણ કોઈ હકારાત્મક નિર્ણય કરી શકે છે.

જૂનાગઢ શહેરમાં બની શકે છે પ્રથમ ઓવરબ્રિજ મુખ્યમંત્રી રૂપાણી એ સમગ્ર પ્રોજેક્ટ અંગે આગળ વધારવા કોર્પોરેશનના અધિકારીઓને આપી સૂચના

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ઓવર બ્રિજ સાકાર થઈ શકે છે સમગ્ર મામલાને લઈને રૂપાણી જૂનાગઢમાં નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તારના બે રેલવે ફાટકોને દૂર કરવા માટે રાજ્ય સરકાર ઓવરબ્રિજ બનાવવા માટે તાંત્રિક મંજુરી આપી ચૂકી છે જેના પ્રથમ તબક્કાના 30 કરોડ ફાળવી પણ આપ્યા છે અને જે પુલ બનાવવાનું એસ્ટીમેન્ટ છે તેમાં ખૂટતા 88 કરોડ રૂપિયા પણ રાજ્ય સરકાર આપશે તેવી હૈયાધારણા આપી હતી અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને તાકીદે જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજનું કામ શરૂ થાય તે અંગે કાર્યવાહી કરવા આદેશો પણ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.