ETV Bharat / state

Cyclone Biparjoy : જૂનાગઢમાં વાવાઝોડાની પરિસ્થિતિમાં માનવી અને પક્ષીઓ માટે શ્યામ વાડી આશીર્વાદ રુપ નિવડી

વાવાઝોડાના કપરા સમયમાં જૂનાગઢની શ્યામ વાડીમાં 40 જેટલા લોકો અને અબોલ જીવને આશ્રય છે. જ્યાં લોકો માટે ત્રણેય સમય ભોજનની સાથે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રય લેનાર વ્યક્તિએ જણાવ્યું કે, શ્યામ વાડી વિપતી સમયમાં આર્શીવાદ સમાન બની છે.

Cyclone Biparjoy : વાવાઝોડાની પરિસ્થિતિમાં માનવી અને પક્ષીઓ માટે શ્યામ વાડી આશીર્વાદ બની

author img

By

Published : Jun 14, 2023, 9:40 PM IST

વાવાઝોડાની વિપત્તિના સમયમાં જૂનાગઢની શ્યામ વાડી અસરગ્રસ્તો માટે આશીર્વાદ બનીવાવાઝોડાની વિપત્તિના સમયમાં જૂનાગઢની શ્યામ વાડી અસરગ્રસ્તો માટે આશીર્વાદ બની

જૂનાગઢ : બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર સતત જોવા મળે છે, ત્યારે જે લોકો ભયજનક અથવા તો નબળા મકાનમાં રહે છે તેવા તમામ લોકોને નજીકના સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જૂનાગઢની શ્યામ વાડી ખાતે 40 કરતા વધુ મહિલા, બાળકો અને પુરુષોની સાથે તેમના પક્ષીઓને પણ આશ્રય આપવામાં આવ્યો છે, અહીં 40 જેટલા લોકો છેલ્લા ત્રણ દિવસથી રાખવામાં આવ્યા છે. જે આગામી 16 તારીખ સુધી સુરક્ષિત રીતે તમામ પ્રકારની સુવિધાઓ સાથે રાખવામાં આવશે.

ભોજન સહિતની તમામ વ્યવસ્થા : શ્યામ વાડી ખાતે સુરક્ષિત રીતે આશ્રય આપવામાં આવેલા 40 જેટલા લોકોને સવાર, બપોર, સાંજ ચા નાસ્તો અને ભોજનની તમામ પ્રકારની વ્યવસ્થા શ્યામ વાડી ના સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. હજુ પણ જે લોકો ભયજનક મકાનોમાં રહે છે. તેવા તમામ લોકોને શ્યામ વાડી ના સંચાલકો વાવાઝોડાનો ખતરો સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યાં સુધી આપવાનો ભરોસો વ્યક્ત કર્યો છે.

છેલ્લા ત્રણ દિવસથી 40 જેટલા મહિલા, પુરુષ અને બાળકોની સાથે પક્ષીઓનો અહીં આશ્રય આપવામાં આવ્યો છે. સવારે ચા નાસ્તા બાદ બપોર અને સાંજેનું ભોજન કોઈપણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર આપવામાં આવી રહ્યું છે. - જયેશ રાઠોડ (સંચાલક શ્યામ વાડી)

વિપત્તિના સમયમાં આશીર્વાદ : તો બીજી તરફ અહીં આશરો લઇ રહેલા ચંદુભાઈ જણાવ્યું હતું કે, સામાજિક સંસ્થા એ અમારી ચિંતા કરીને અમને સુરક્ષિત કર્યા છે તે માટે તેમનો આભાર કરતા તેઓ વિશેષ છે. તેઓએ રહેવા, જમવા, ચા નાસ્તા સહિત તમામ વ્યવસ્થા સામાજિક સંસ્થા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી છે. જે અમારા માટે વિપત્તિના સમયમાં આશીર્વાદ સમાન બને છે.

  1. Cyclone Biparjoy : કચ્છમાં કપરા સમયે બાળકોને શેલ્ટર હોમમાં શિક્ષણ મળતા આનંદ
  2. Cyclone Biparjoy: ખેડામાં વાવાઝોડાની અસરને પગલે વૃક્ષની ડાળ તૂટી પડતા એક વ્યક્તિનું મોત
  3. Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને રાજ્યની રક્ષા માટે જગદીશ પંચાલે ચોરવાડના પ્રાચીન મંદિરમાં શીશ ઝુકાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.