જૂનાગઢ : શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસ છુપા પગલે વધુ આગળ વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા દસને પાર પહોંચી ગઇ છે. જેને લઇને હવે જિલ્લામાં ચિંતાનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. લોકડાઉનના તબક્કામાં જૂનાગઢ શહેર અને જિલ્લો કોરોના સંક્રમિત કેસોની દ્રષ્ટિએ સૌથી વધુ સુરક્ષિત જોવા મળતો હતો, પરંતુ ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ એ પ્રકારે આગળ વધ્યું કે આજે જૂનાગઢ જિલ્લામાં સંક્રમણના કેસોની સંખ્યા પચાસ કરતાં વધુ થવા તરફ આગળ જઈ રહી છે.
જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં વધુ પ્રસરી રહ્યો છે કોરોના વાઇરસ
શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે કોરોના વાઇરસ પ્રસરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા દસને પાર કરી ગઇ છે. જેને લઇને હવે જૂનાગઢ જિલ્લામાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.