જૂનાગઢ: કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ 2 દિવસથી સાસણની મુલાકાતે (Bhupendra Yadav Sasan forest visits) આવ્યા છે. ત્યારે ગઈકાલે (સોમવારે) રાત્રે 9 વાગ્યા પછી પ્રધાન સહિત અધિકારીઓના કાફલાએ સાસણ ગીર અભયારણ્ય વિસ્તારમાં જઈને સિંહ દર્શન કર્યા હતા, જે વન્યજીવ અધિનિયમ કાયદાનો અમલ ન થતો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં પૂર્વ ન્યાયાધીશ જે. બી. ધાધલે, વન પ્રધાન યોગેન્દ્ર યાદવે વન્યજીવ અધિનિયમ કાયદાનું પાલન કરીને આદર્શ ઉદાહરણ પુરૂં પાડવાની જગ્યા પર રાત્રિના સમયે અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરીને વન્યજીવ અધિનિયમને (Bhupendra Yadav violate Wild Life Act) અનુસરવાની ચૂક કરી છે.
સાસણ જંગલની બે દિવસીય મુલાકાતે: જ્યારે તેઓ ફિલ્ડ માટે જંગલમાં પ્રવેશ્યા ત્યારે સિંહો તેમની કારની સામે જ બેઠા હતા, જાણે કે તેઓ ભૂપેન્દ્ર યાદવનું સ્વાગત કરતા હોય તેમ લાગી રહ્યું હતુ. કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સાસણ જંગલની બે દિવસીય મુલાકાતે (Bhupendra Yadav Sasan forest visits) છે અને તેઓ વન વિભાગ અને હોટલ રિસોર્ટના માલિકો સહિત વિવિધ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.
આ પણ વાંચો- Gujarat Foundation Day 2022: અરે વાહ... હવે અમદાવાદ એરપોર્ટ પર થશે ગીરના સિંહોના દર્શન
પ્રધાનો પણ ભૂલ્યા કાયદો- ગઈકાલે (સોમવારે) રાત્રે પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સહિત રાજ્યના પ્રધાનો કિરીટસિંહ રાણા અને જગદીશ પંચાલની સાથે સાંસદો અને અધિકારીઓએ સાસણ ગીર અભયારણ્યમાં રાત્રિના 9 વાગ્યા બાદ પ્રવેશ કરીને વન્યજીવ અધિનિયમ ધારો 1972 (Wildlife Act 1972) અંતર્ગત તેના અમલ અને પાલન કરવાની ચુક કરી છે. સાસણ સહિત આસપાસનો અભયારણ્ય વિસ્તારમાં દિવસ આથમી ગયા બાદ પ્રવેશ કરવો પ્રતિબંધાત્મક છે.
આ પણ વાંચો- Amur Falcon Bird in Gir : સાઈબેરિયા અને ચીનમાં જોવા મળતું શિકારી પક્ષી ગીર વિસ્તારમાંથી કેમેરામાં થયું કેદ
પ્રધાનોએ આચારસંહિતાનું ન કર્યું પાલન - આવી પરિસ્થિતિમાં કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ વન વિભાગના અધિકારીઓની સાથે રાજ્ય પ્રધાન મંડળના પ્રધાનો પણ ગીર અભયારણ્યમાં રાત્રે 9 વાગ્યા પછી પ્રવેશ કરીને સિંહ સહિત ગીરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે પ્રવેશ કરી સિંહ દર્શન કર્યા હતા. તેમની આ હરકતને વન્યજીવ અધિનિયમના કાયદા (Wildlife Act 1972) દ્વારા નિર્ધારિત થયેલી આચારસંહિતાનું પાલન ન થયું (Bhupendra Yadav violate Wild Life Act) હોવાનું સામે આવ્યું છે.
વન પ્રધાને વન્ય જીવ અધિનિયમના કાયદાની પાલન કરવાની હતી જરૂર - વન્યજીવ અધિનિયમ 1972 (Wildlife Act 1972) અંતર્ગત અભયારણ્ય વિસ્તારમાં દિવસ આથમી ગયા બાદ કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવાની છૂટ (Entry restricted in Sanctuary after sunset) આપવામાં આવતી નથી. ગીર અભયારણ્યમાં વન્યજીવ અધિનિયમ અંતર્ગત સેડ્યુઅલ- 1માં રાખવામાં આવેલા પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં છે. આવા સમયે કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવએ વન્યજીવ અધિનિયમ કાયદાને અનુસરીને તેનાં પાલન કરવાની જરૂર હતી. તેની જગ્યા પર તેઓએ કાયદામાં રાખવામાં આવેલી છટકબારીનો પાછલા દરવાજેથી ઉપયોગ કરીને રાત્રે ત્યાં પહોંચી (Bhupendra Yadav Sasan forest visits) સિંહ દર્શન કર્યા હતા.
-
કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp એ આજે ગુજરાતના સાસણ જંગલમાં ફિલ્ડ વિઝિટ અને વન્ય જીવોનું નિરીક્ષણ કયું.@moefcc @GujaratTourism @PIB_India @MIB_Indiapic.twitter.com/qw9XHKTaAE
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) May 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp એ આજે ગુજરાતના સાસણ જંગલમાં ફિલ્ડ વિઝિટ અને વન્ય જીવોનું નિરીક્ષણ કયું.@moefcc @GujaratTourism @PIB_India @MIB_Indiapic.twitter.com/qw9XHKTaAE
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) May 23, 2022કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp એ આજે ગુજરાતના સાસણ જંગલમાં ફિલ્ડ વિઝિટ અને વન્ય જીવોનું નિરીક્ષણ કયું.@moefcc @GujaratTourism @PIB_India @MIB_Indiapic.twitter.com/qw9XHKTaAE
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) May 23, 2022
રાત્રિના સમયે અભ્યારણમાં હોય છે પ્રવેશબંધી - રાત્રિના સમયે સહિત અનેક પ્રાણીઓ પોતાના ખોરાક અને સહજીવન માટે ખૂબ વ્યસ્ત જોવા મળતા હોય છે. આવા સમયે કોઈ પણ પ્રકારની હરકત સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓની ખોરાક અને સહજીવન પર ખૂબ જ માઠી અસર ઉભી કરે છે. આવા સમયે વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સહિત રાજ્યના પ્રધાનો અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરીને સિહ સહિત વન્યપ્રાણીઓને દૈનિક ક્રિયાને વિક્ષેપ (Bhupendra Yadav violate Wild Life Act) કર્યો હતો.
અન્ય વન્યજીવ સંગઠનો પણ રાત્રિએ અભ્યારણમાં જવાની માંગેશે મંજૂરી - કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જે રીતે રાત્રે સિંહ દર્શન કર્યા. ત્યારે ગીર અને સિંહના વિકાસ માટે વર્ષોથી કામ કરતી સામાજિક અને બિનસરકારી સંગઠનો પણ રાત્રિના સમયે ગીર અભયારણ્યમાં જવાની મંજૂરી માગશે. આવી પરિસ્થિતિમાં વન્યજીવ અધિનિયમનુ પાલન (Bhupendra Yadav violate Wild Life Act) કઈ રીતે કરવું. તે કેન્દ્ર અને રાજ્યની સરકાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વન્યજીવ અધિનિયમ સામાન્ય રીતે એક સમાન ધોરણે અમલ કરવા માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ પ્રધાનો કે ઉચ્ચ અધિકારીઓ માટે અધિનિયમ ઓછો અસરકારક હોય એવું જણાય આવે છે. આવી પરિસ્થિતિમાં હવે અન્ય સામાજિક સંગઠનો પણ રાત્રિના સમયે ગીર અભ્યારણ્યમાં જવા માટેની મંજૂરી માગશે. આ પરિસ્થિતિમાં વન વિભાગ ગીર અભયારણ્ય અધિનિયમનું (Wildlife Act 1972) કઈ રીતે પાલન કરી શકશે તેને લઇને પણ સવાલો ઊભા થઈ શકે છે.
કેન્દ્રીયપ્રધાન પોતે જ કાયદો ભૂલ્યાંનો આક્ષેપ- આજે સાસણમાં આવેલા ભૂપેન્દ્ર યાદવની wildlife safari ની મુલાકાત લઈને આમ આદમી પાર્ટીએ પ્રમુખ ચેતન ગજેરાએ પ્રધાનની રાત્રિના સમયે અભ્યારણમાં પ્રવેશને લઇને સવાલો કર્યા છે. ચેતન ગજેરા જણાવી રહ્યા છે કે વનપ્રધાન ભૂપેન્દ્ર યાદવ સિંહ કે ગીરના વિકાસ કે તેની સમસ્યા જોવા માટે નહીં, પરંતુ વેકેશન માણવા માટે આવ્યા છે અને રાત્રીના સમયે નીતિનિયમો જાણતા હોવા છતાં પણ સિંહ દર્શન કરવાનો આનંદ ઉઠાવ્યો હતો. આજે ભાજપના મંત્રી પદાધિકારીઓ અને પક્ષના મોટા નેતાઓને બંધારણે આપેલા એક પણ નિયમ જાણે લાગુ ન પડતાં હોય તે પ્રકારે નિયમોનો ઉલાળીયો કરીને પોતાની ઇચ્છા મુજબ પ્રતિબંધિત વિસ્તારોમાં પણ જોવા મળે છે.