ETV Bharat / state

‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’, તંત્રની આંખ ઉઘાડવા પાલિકા કર્મચારીઓની કારમાં લાગ્યા વિવાદીત સ્ટીકર્સ

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોમાં જનતા ગેરેજના બેનર હેઠળ સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે. આ સ્ટીકર્સમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’. આ સમગ્ર મામલાની જાણ કોર્પોરેશનના સત્તાધીશોએ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને જનતા ગેરેજના કાર્યકરોના નિવેદન નોંધી તેમની પાસે જ આ સ્ટીકર્સ દૂર કરાવ્યા હતા.

Controversial sticker
તંત્રની આંખ ઉઘાડવા પાલિકા કર્મચારીઓના કારમાં લાગ્યા વિવાદીત સ્ટીકર્સ
author img

By

Published : Sep 21, 2020, 3:56 PM IST

જૂનાગઢઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોમાં જનતા ગેરેજના બેનર હેઠળ સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે. આ સ્ટીકર્સમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’. આ સમગ્ર મામલાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને થતાં તેમણે ઘટનાની જાણ શહેર બી ડીવીઝન પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે જનતા ગેરેજના કાર્યકરોના નિવેદન લીધા હતા અને લગાવવામાં આવેલા તમામ સ્ટીકર્સ તેમની પાસેથી દૂર પણ કરાવ્યા હતા.

Controversial sticker
તંત્રની આંખ ઉઘાડવા પાલિકા કર્મચારીઓના કારમાં લાગ્યા વિવાદીત સ્ટીકર્સ
છેલ્લા કેટલાંક સમયથી જનતા ગેરેજના બેનરો નીચે આ પ્રકારના સ્ટીકર લગાવવાના કામો સતત ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોર્પોરેશન ઓફિસમાં પાર્ક કરેલા વાહનોમાં આ પ્રકારના બેનર લગાવતા કોર્પોરેશન તંત્રમાં થોડા સમય માટે ચકચાર મચી જવા પામી હતી. પરંતુ સરકારી વાહનોમાં આ પ્રકારના સ્ટીકર્સ લગાવવાની ચેસ્ટાને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પણ અયોગ્ય માની હતી અને તાકીદે પોલીસને જાણ કરી હતી.

પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળે પહોંચીને જનતા ગેરેજના કાર્યકરોના નિવેદન નોંધીને તેમની પાસેથી આ તમામ સ્ટીકર્સ સ્થળ પર પોલીસની હાજરીમાં દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.