ETV Bharat / state

જૂનાગઢમાં કોંગી મહિલા કાર્યકરોએ વધતી મોંઘવારી સામે માંડ્યો મોરચો - Congress Women Protest

જૂનાગઢની મહિલા કોંગી કાર્યકરો દ્વારા મોંઘવારીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સોમવારે શહેરના મહિલા કોંગી કાર્યકરોએ સતત વધી રહેલા રાંધણગેસના ભાવ તેમજ પેટ્રોલની માફક વધતા ખાદ્યતેલોના ભાવોને લઇને જાહેર માર્ગ પર લાકડાથી રસોઈ બનાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Congress
Congress
author img

By

Published : Dec 29, 2020, 11:42 AM IST

Updated : Dec 29, 2020, 11:52 AM IST

  • સતત વધી રહેલી મોંઘવારીને લઈને કોંગી મહિલા કાર્યકરો જાહેર માર્ગ પર ઉતરી
  • રાંધણ ગેસ અને ખાદ્ય તેલના વધી રહેલા ભાવોને લઇને વિરોધ વ્યક્ત કર્યો
  • જાહેર માર્ગો પર લાકડા થી રસોઈ બનાવીને મહિલા કાર્યકરો બની આક્રમક

    જૂનાગઢઃ સતત મોંઘવારીનો માર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન રાંધણગેસના પ્રતિ સિલિન્ડરમાં સો રૂપિયા જેટલો તોતિંગ ભાવવધારો કેન્દ્ર સરકાર દ્વારા મૂકી દેવામાં આવ્યો છે જેને લઇને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહી છે. આટલું અધૂરું હોય તેમ ખાદ્યતેલોના ભાવો પણ દરરોજ પેટ્રોલની માફક વધી રહ્યા છે ત્યારે સતત વધી રહેલા રાંધણ ગેસ અને ખાદ્યતેલોના ભાવોની સાથે દરરોજ જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ખરીદવી ભારે દુષ્કર બની રહી છે. આવી પરિસ્થિતિમાં શહેર કોંગ્રેસ મહિલા કાર્યકરોએ જાહેર માર્ગ પર રસોડું રચીને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.
    જૂનાગઢમાં કોંગી મહિલા કાર્યકરોએ વધતી મોંઘવારી સામે માંડ્યો મોરચો

    કોંગી મહિલા કાર્યકરોનો મોંઘવારી સામે અનોખો વિરોધ

    કોંગી મહિલા કાર્યકરોએ જાહેર માર્ગ પર રસોડું રચ્યું હતું અને સતત વધી રહેલી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. મહિલા કાર્યકરોએ જાહેર માર્ગ પર લાકડાથી રસોઈ કરીને મોંઘવારીનો આગવી ઢબે વિરોધ કર્યો હતો. વધુમાં મહિલા કાર્યકરોએ સતત વધી રહેલા ભાવોને લઇને પણ પાણીથી રસોઈ બનાવીને જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગના રસોડામાંથી તેલ પણ હવે દૂર થઈ રહ્યું છે તેમાં પ્રતિકાત્મક વિરોધ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો. આગામી દિવસોમાં મોંઘવારી પર કાબૂ મેળવવામાં નહીં આવે તો મહિલા કાર્યકરો આંદોલનના રૂપમાં જાહેર માર્ગો પર ઉતરી આવશે. તેમજ મહિલા કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ચીમકી પણ આપી છે અને જણાવ્યું છે કે આગામી દિવસોમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મોંઘવારી પર કાબૂ કરવામાં નિષ્ફળ જશે તો જે રીતે આજે જાહેર માર્ગ પર રસોડું રચીને વેદના રૂપી વિરોધ વ્યક્ત કર્યો છે તેવી જ રીતે શહેરની મહિલાઓ જાહેર માર્ગ પર રણચંડી બનીને મોંઘવારીના વિરોધમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ રણશિંગુ ફૂંકતા પણ અચકાશે નહીં.

Last Updated : Dec 29, 2020, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.