ETV Bharat / state

જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર કર્યો આક્ષેપ - Congress MLA

જૂનાગઢ કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ગત રાજ્યસભાની ચૂંટણીના સમયે ભાજપ દ્વારા તેમને ખરીદવાની સાથે કેબિનેટ પ્રધાનનું પદ આપવાની લાલચ આપી હોવાનો સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો.

જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર કર્યા આક્ષેપ

author img

By

Published : Jan 21, 2021, 7:17 PM IST

Updated : Jan 21, 2021, 8:04 PM IST

  • રાજ્યસભાની ચૂંટણી પહેલા ભીખાભાઈ જોશીને ખરીદવાનો પ્રયાસ ભાજપે કર્યો હતો
  • કેબિનેટમાં પ્રધાનનું પદ અને કેટલાક રોકડ આપવાનો કર્યો સનસનીખેજ આક્ષેપ
  • ગત લોકસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારની ઓફર થઇ હોવાનું ભીખાભાઈ જોશીનો ભાજપ પર આક્ષેપ
  • જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીને ભાજપે ખરીદવા માટે ઓફર કરી હતી
  • ભીખાભાઈ જોશીને કેબિનેટ પ્રધાનનું પદ આપવાની અપાઇ હતી લાલચ

જૂનાગઢઃ કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને ગત રાજ્યસભાની ચૂંટણીના સમયે ભાજપ દ્વારા તેમને ખરીદવાની સાથે કેબિનેટ પ્રધાનનું પદ આપવાની લાલચ આપી હોવાનો સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો.

જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર કર્યા આક્ષેપ

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ભાજપ પર કર્યો આક્ષેપ

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીને ગત લોકસભાની ચૂંટણી પૂર્વે તેમને ભાજપ દ્વારા ખરીદવાની સાથે કેટલીક ઓફરો આપી હોવાનો આક્ષેપ લગાવાયા હતો. ભીખાભાઈ જોશી મુખ્યપ્રધાન રૂપાણીની સભામાં હાજરી આપ્યા બાદ કર્યો હતો ગત લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ તે માટે કેબિનેટમા પ્રધાનનું પદ અને કેટલીક રોકડ આપવાની વાત જૂનાગઢના કોંગ્રેસ ધારાસભ્ય ભાજપ સરકાર પર લગાવતા હવે આગામી દિવસોમાં આ મામલે રાજકારણ ગરમાઈ શકે છે.

કોંગ્રેસ ધારાસભ્યોની ખરીદ-વેચાણ થયાની ચર્ચાઓ ખુલ્લેઆમ

ગત લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદ ફરોક થઈ હતી. વર્ષ 2019 માં યોજાયેલી લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સભાની બેઠકો માટે ચૂંટણી આયોજીત કરવામાં આવી હતી. જેમાં પણ કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારે પણ રાજકીય ગલિયારાઓમાં કોંગી ધારાસભ્યોની ખરીદ-વેચાણ થયાની ચર્ચાઓ ખુલ્લેઆમ જોવા મળતી હતી, ત્યાર બાદ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા, ત્યારે પણ સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો, ત્યાર બાદ લોકસભાની ચૂંટણી પૂર્વે પણ કેટલાક ધારાસભ્યોને પદ પરથી રાજીનામું આપવાની ઓફર થઈ હોવાની ચર્ચાઓ પણ ચાલી હતી. જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડીને કેબિનેટ પ્રધાન પણ બની ચૂકયા છે, ત્યારે જૂનાગઢના વર્તમાન ધારાસભ્યએ ભાજપ પર તેમને ખરીદ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. જેને લઇને હવે આગામી દિવસોમાં રાજકારણ ફરી એક વખત ગરમાઇ શકે છે.

Last Updated : Jan 21, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.