ETV Bharat / state

PM મોદીની જૂનાગઢમાં માછીમારી મંત્રાલય બનાવવાની જાહેરાત ભ્રામક અને સત્યથી વેગળી :પુંજા વંશ

જૂનાગઢ: વડાપ્રધાન મોદી દ્વારા અલગ માછીમારી મંત્રાલય બનાવવાની જાહેરાતને કોંગ્રેસના ઉમેદવારે હવાઈ કિલ્લા સમાન ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, મોદીએ ગુજરાતની પ્રથમ ચૂંટણી સભામાં તેમના સ્વભાવ મુજબ ફેંકવાની શરૂઆત કરીને પ્રચારનો આરંભ કર્યો હતો.

author img

By

Published : Apr 10, 2019, 7:16 PM IST

સ્પોટ ફોટો

આજે વડાપ્રધાન મોદી ગુજરાતના જૂનાગઢમાં ચૂંટણી પ્રવાસે આવ્યા હતા. તેમણે મોતીબાગ કેમ્પસમાં આયોજિત ચૂંટણી સભામાં માછીમારો માટે એક અલગ મંત્રાલયનું ગઠન કરવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાનની આ જાહેરાતને કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશે ભ્રામક અને સત્યથી વેગળી ગણાવી હતી.

PM મોદીએ જૂનાગઢમાં માછીમારી મંત્રાલય બનાવવાની ફેકવાની જાહેરાત કરી: પૂજા વંશ
પુંજા વંશે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ સોમનાથમાં પણ આવી જાહેરાત કરી હતી પરંતુ આ યોજના આજે ક્યાંય જોવા મળતી નથી. તેઓ આજે ફરી માછીમાર મંત્રાલયની જાહેરાત કરીને માછીમાર સમાજને છેતરવા આવ્યા છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ફેંકવાની શરૂઆત કરી હતી. જેને જૂનાગઢની જનતા હવે સમજી ગઈ છે. પુંજા વંશે આગામી 23મી તારીખે તેનો જવાબ મતના રૂપમાં આપીને ફેંકવાની આ પરંપરાને કાયમી ધોરણે અટકાવીને જૂનાગઢ બેઠક પર તેમનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Intro:Body:

વડા પ્રધાન મોદી દ્વારા અલગ માછીમારી મંત્રાલય બનાવવાની જાહેરાતને કોંગ્રેસના ઉમેદવારે ગણાવી હવાઈ કિલ્લા સમાન,મોદીએ ગુજરાતની પ્રથમ ચૂંટણી સભામાં તેમના સ્વભાવ મુજબ ફેંકવાની શરૂઆત કરીને પ્રચારનો આરંભ કર્યો હતો. 

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢના ચૂંટણી પ્રવાસે આવ્યા હતા મોતીબાગ કેમ્પસમાં આયોજિત ચૂંટણી સભામાં માછીમારો માટે એક અલગ મંત્રાલયનું ગઠન કરવાની જાહેરાત કરી હતી વડા પ્રધાનની આ જાહેરાતને કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશે ભ્રામક અને સત્યથી વેગળી ગણાવી હતી વર્ષ 2015માં નરેન્દ્ર મોદી  સોમનાથ આવ્યા હતા ત્યારે પણ આવી જાહેરાત કરી હતી બે વર્ષ બાદ આ યોજના આજે ક્યાંય જોવા મળતી નથી ત્યારે આજે ફરી માછીમાર મંત્રાલયની જાહેરાત કરીને માછીમાર સમાજને છેતરવા આવ્યા તેવો મત વ્યક્ત કર્યો હતો તેમજ વર્ષ 2014ની ચૂંટણીમાં ફેંકવાની શરૂઆત કરી હતી તે આજે ફરી યાદ કરીને વર્ષ 2019માં જૂનાગઢ ખાતેથી ફેંકવાની શરૂઆત કરી છે જેને જૂનાગઢની જનતા હવે સમજી ગઈ છે અને આગામી 23મી તારીખે તેનો જવાબ મત ના રૂપમાં આપીને ફેંકવાની આ પરંપરાને કાયમી ધોરણે અટકાવીને જૂનાગઢ બેઠક પર તેમનો વિજય થશે તેવો વિશ્વાશ વ્યક્ત કર્યો હતો 

બાઈટ - 01 પુંજાભાઈ વંશ,કોંગ્રેસ ઉમેદવાર જૂનાગઢ  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.