- સીએમ વિજય રૂપાણીએ સ્વાતંત્રય દિવસની નિમિત્તે કર્યું સંબોધન
- જૂનાગઢની ધરતી પર સ્વાતંત્રય દિનની ઉજવણી
- સીએમ વિજય રૂપાણીએ સ્વાતંત્રય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી
જૂનાગઢ: સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સ્વાતંત્રય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેશ માટે અવિરત સંઘર્ષ કરીને આપણને મહામૂલી આઝાદી આપનાર સૌ વીરોને નમન કરવાની અને પુણ્ય સ્મરણ કરવાની આ તક છે. આપણે જ્યારે જૂનાગઢની ધરતી પર સ્વાતંત્રય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે જૂનાગઢનો વિશેષ ઇતિહાસ અવશ્ય યાદ આવે. ભારત 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયુ પરંતુ જૂનાગઢને તો ત્રણ મહિના પછી 9મી નવેમ્બરે આઝાદી મળી. આરઝી હકુમતના જન જુનાવળના કારણે ભારતનું અભિન્ન અંગ બન્યુ હતુ. હું આરઝી હકુમતનાં સૈનાનીઓને પણ વંદન કરું છું.
સીએમ વિજય રૂપાણીએ કોરોનાકાળ અંગે જણાવ્યું
તેમણે કોરોનાકાળ અંગે જણાવ્યું કે, ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી શરૂ છે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ.
આ પણ વાંચો: India Independence Day 2021 : સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત
સીએમ રૂપાણીએ વાવાઝોડા અંગે જણાવ્યું
સીએમ રૂપાણીએ વાવાઝોડા અંગે જણાવ્યું કે, કોરોનાની ગંભીર આપદામાં કુદરતી આપદા પણ આવી ગઈ છે. તૌકતે વાવાઝોડએ તારાજી સર્જી, જેની સામે આપણે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવ્યું છે. તૌકતે વાવાઝોડાની આફતમાં સરકાર રાતભર જાગીને લોકોને સધિયારો આપ્યો હતો. ખેતી નુકસાન, માછીમાર નુકસાન, કેશડોલ મળીને 1 હજાર કરોડનું પેકેજ ગુજરાતને આ પમવામાં આવ્યું છે અને એ સિવાય સરકાર વતન પ્રેમ યોજના લાવી રહી છે. જેમાં 40 ટકા સરકાર ખર્ચ આપશે. ગુજરાતની સ્પર્ધા હવે અન્ય રાજ્યો સાથે નહિ, પણ વિશ્વ સાથે છે.
એફડીઆઇમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે
ગુજરાતની હરીફાઈ અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે. વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણે ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં બનાવ્યું છે. વિશ્વનો સૌથી મોટો રિન્યુબલ પાર્ક ગુજરાતમાં છે. વિશ્વની સૌથી મોટી 12 હજાર બેડની મેડીસિટી ગુજરાતમાં બનાવ્યું છે. દેશનું સૌથી મોટુ સીએનજી પોર્ટ ભાવનગરમાં બનાવ્યું છે. દેશની સૌથી મોટી બુલેટ ટ્રેન ગુજરાતમાંથી ચાલુ થશે. એફડીઆઇમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. વિશ્વનું સૌથી મોટો કોમર્શિયલ કોમ્પલેક્ષ સુરતમાં, ગુજરાતમાં છે. દરિયા પર સ્માર્ટ સિટી પણ ગુજરાતમાં છે. ખારા પાણીને મીઢું બનાવવાનાં પ્રયત્નો ગુજરાતે હાથ ધર્યા છે.
આ પણ વાંચો: IAFના બે હેલિકોપ્ટર્સ લાલ કિલ્લા પર કરશે પુષ્પવર્ષા, જાણો શું હશે સ્વાતંત્ર દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ...
સીએમ રૂપાણીએ આપી શુભેચ્છા
સીએમ વિજય રૂપાણીએ સ્વતંત્રતા પર્વની શુભેચ્છા આપતા જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીએનો નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.
લાલ કિલ્લા પરથી PM મોદીએ કર્યું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રવિવારે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા પીએમ મોદીને ગોડ ઓફ ઓનર આપવામાં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા 32 ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના બે અધિકારીઓ પણ સમારોહમાં હાજર રહ્યા હતા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ઓલિમ્પિક ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. પીએમ મોદીએ ઓલિમ્પિક મેડલ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશે વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત.