જૂનાગઢઃ જિલ્લાના બાળ કલાકારના ઇમેજ અને વીડિયોને પાકિસ્તાનના લાહોરથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટમાં મુકવામાં આવતા તેની જાણ બાળ કલાકાર એકલવ્ય આહિરને થતાં તેના ઈમેજ અને વીડિયોના ગેરકાયદે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના લાહોરથી સંચાલિત ફેસબુક એકાઉન્ટ બનાવનાર સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પટેલ રેસ્ટોરન્ટનું પણ ફેસબુક એકાઉન્ટ બનાવીને કોઈ અજાણ્યા વ્યક્તિએ એક થાળીના બદલામાં એક થાળી ફ્રી તેવી ઓફર મૂકી હતી. તેના કેસમાં પણ કોઈ પકડાયું નથી ત્યાં જ ફરી બીજી ફરીયાદ નોંધાઈ છે.