વિશ્વના સૌથી લાંબા ધાર્મિક તહેવાર તરીકે નવરાત્રીને સ્થાન મળ્યું છે. આ તહેવારમાં નવ દિવસ જગત જનની માં અંબાની પૂજા કરવામાં આવે છે. નવ દિવસ સુધી અલગ-અલગ દેવીઓની પૂજા-આરતી કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢના વંદે માતરમ્ ગ્રુપ દ્વારા માં નવદુર્ગાની સ્થાપના કરવામાં આવી છે. દરરોજ માં નવદુર્ગાને તેમના અવતાર અનુસાર વિવિધ શણગાર કરીને માં નવદુર્ગાની શક્તિ સ્વરૂપના શણગારો નો ભક્તોને દર્શન કરવાનો લાહવો મળી રહ્યો છે.
માં નવદુર્ગાને દરરોજ બે દિવસ ધાર્મિક આસ્થા સાથે બનાવવામાં આવેલો ભોગ પણ ધરવામાં આવે છે તેમજ દરરોજ સાંજના સમયે મોટી સંખ્યામાં માં નવદુર્ગાના ભક્તો સામેલ થઈને માતાની આરતી કરી ભક્તિમાં તલ્લીન બને છે.આઠમના દિવસે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે,નોમના દિવસે બાળિકા પૂજન તેમજ દશમના દિવસે શસ્ત્ર પૂજન કરી માં નવદર્ગાની પૂજા કરવામાં આવે છે.