રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લાને રિનોવેશન કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને શુક્રવારે પર્યટન વિભાગના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ ઉપરકોટના કિલ્લાને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અંદાજિત 800 વર્ષ પહેલાનો ઇતિહાસ સમેટીને ઊભેલો ઉપરકોટનો કિલ્લો આજે પણ પર્યટકોને પહેલી પસંદ બની રહ્યો છે. સમયની માર સામે જર્જરિત બનેલા સ્મારકોને રાજ્ય સરકાર દ્વારા રિનોવેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉપરકોટના કિલ્લાને રિનોવેશન અને સમર્થ કામની સાથે આટલો તેના ભવ્ય ભૂતકાળની યાદ ફરી પાછી લોકોને અપાવે તે દિશામાં આગામી દિવસોમાં કામ શરૂ થશે, ત્યારે પર્યટન વિભાગના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ આજે જૂનાગઢ જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કોર્પોરેશન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને જે કંપનીને આ રિનોવેશન કામ સોપવામાં આવનારું છે, એ તમામને સાથે રાખીને રીનોવેશન અંગે ચર્ચા કરી હતી. કેબિનેટ પ્રધાનની સાથે અધિકારીઓએ કિલ્લાના સ્મારકોની રૂબરૂ મુલાકાત કરીને રીનોવેશન બાદ ફરી એક વખત આ કિલ્લો ફરી ઉજળો બને તેવા સૂચનો ઉપસ્થિત અધિકારીઓને આપ્યા હતા.