ETV Bharat / state

Junagadh news: પાકિસ્તાનની જેલમાં અવસાન પામેલા માછીમારનો મૃતદેહ વતન પહોંચતા સર્જાયા કરુણ દ્રશ્યો

author img

By

Published : May 24, 2023, 3:51 PM IST

પાકિસ્તાનની જેલમાં અવસાન પામેલા કોટડા ગામના માછીમાર સોમાભાઈ બારૈયાનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો હતો. મૃતદેહ વતન કોટડા ગામમાં પહોંચતા કરુણ દ્રશ્ય સર્જાયા હતા. આજથી પંદર દિવસ પૂર્વે બ્રેઇન સ્ટ્રોકના કારણે કરાચીની જેલમાં માછીમાર સોમાભાઈ બારૈયાનું અવસાન થયું હતું. જેના આજે સામાજિક રીતે રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા.

body-of-fisherman-who-died-in-a-pakistani-jail-reached-his-homeland-funeral-at-home-town

પાકિસ્તાનની જેલમાં અવસાન પામેલા માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો

જૂનાગઢ: પાકિસ્તાનની જેલમાં પાછલા ચાર વર્ષ કરતાં વધુ સમયથી બંધ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામના માછીમાર સોમાભાઈ બારૈયાનો મૃતદેહ તેમના વતન કોટડા ગામમાં આવી પહોંચતા ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ગત 9મી મેના દિવસે કરાચી જેલમાં બંધ માછીમાર સોમાભાઈ બારૈયાને અચાનક હ્રદય સંબંધી બીમારી ઊભી થતા તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જેમાં તેનું મોત થયું હતું. સરકારી અધિકારીઓ દ્વારા પાકિસ્તાનથી મોકલવામાં આવેલા મૃતદેહને પરિવારજનોને સોંપવામા આવ્યો હતો. જેના સામાજિક અને ધાર્મિક રીત રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામના મૃતક માછીમાર સોમાભાઈ બારૈયા

પાકિસ્તાનની જેલમાં મોત: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામના મૃતક માછીમાર સોમાભાઈ બારૈયા પોરબંદરની પવન સાગર બોટમાં ખલાસી તરીકે આજથી 4 વર્ષ પૂર્વે ગયા હતા. આ દરમિયાન માછીમારી કરતી વખતે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારોની સાથે બોટનું અપહરણ કરીને બોટમાં રહેલા તમામ માછીમારો અને ટંડેલને પકડીને પાકિસ્તાનની કરાચી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જ્યાં તેમનું 9મી તારીખે હદય સંબંધી બીમારીથી મોત થયું હતું . જેની જાણ પાકિસ્તાની જેલમાંથી છૂટીને આવેલા માછીમારોએ મૃતક સોમાભાઈ બારૈયાના પરિવાર ને 13મી તારીખે કરી હતી.

'ગત નવમી તારીખે પાકિસ્તાનની જેલમાં અવસાન પામેલા સોમાભાઈ બારૈયાનો મૃતદેહ ગત 22 મી તારીખે પાકિસ્તાન સરકાર દ્વારા અમૃતસર ખાતે ભારતના અધિકારીઓને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ 23 તારીખે આ મૃતદેહ અમદાવાદ આવી પહોંચતા આજે 24મી તારીખે સોમાભાઈ બારૈયાના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે જ્યાં આજે તેમની અંતિમ વિધિ પૂર્ણ કરાય છે.' -ડી.એલ ચૌહાણ, ફિશરીઝ સુપ્રિટેન્ડેન્ટ

હજુ પણ 17 માછીમારોને ગંભીર બીમારી: કોટડા ગામના માછીમાર સમાજના પટેલ બાબુભાઈ બારૈયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આજના દિવસે પણ હજુ કોટડા ગામના 23 જેટલા માછીમારો પાકિસ્તાનની કરાચી જેલમાં ગોધી રાખવામાં આવ્યા છે. જે પૈકીના 17 જેટલા માછીમારો આજે પણ બીમારીઓ સામે જજુમી રહ્યા છે. જેલમાં બીમારીની યોગ્ય સારવાર થતી નથી માટે તાકીદે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના તમામ માછીમારોને મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવે તેવી માંગ માછીમાર સમાજના પટેલ તરીકે બાબુભાઈ બારૈયાએ કરી છે.

  1. Indian Fishermen : પાકિસ્તાન સરકારએ જેલમાં બંધ ભારતીય માછીમારો મુક્ત કરવાનો કર્યો નિર્ણય
  2. Porbandar News : પાકિસ્તાનની જેલમાં બંધ 658 ભારતીયોને મુક્ત કરવા સુપ્રીમ કોર્ટમાં કરાશે પીટીશન દાખલ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.